રાજકોટઃ કોરોના મહામારીના આ કપરા સમયમાં ડૉક્ટર, પોલીસ, સ્વીપર સહિત કોરોના યોદ્ધાઓ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના રાત-દિવસ કોરોનાને લડત આપી રહ્યા છે, ત્યારે આ યોદ્ધાઓને બિરદાવવા માટે ગોંડલના ચિત્રાકાર મુનિર બુખારીએ બિહારની રાજધાની પટનામાં 93 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળી 2 દિવાલ પર ચિત્ર પેઈન્ટ કર્યું છે.
આ પેઈન્ટિંગમાં ચિત્રાકાર મુનિર બુખારીએ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી ગોંડલ સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ પેઈન્ટિંગ સ્ટાર્ટ ઈન્ડિયા ફાઉન્ડેશન, બિહાર હેલ્થ ડિપાર્ટમેન્ટ, કેર ઈન્ડિયા અને એશિયન પેઈન્ટસના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ પેઈન્ટિંગના માધ્યમથી એશિયન પેઇન્ટ્સે બિહારમાં આવશ્યક સેવા કરનારાઓને બીજી શ્રદ્ધાંજલિ આપી છે.
આ પેઈન્ટિંદ પટનાના હૃદય તરીકે પ્રખ્યાત મૌર્ય લોક સંકુલની દીવાલ પર બનાવવામાં આવ્યું છે. જેમાં શોપિંગ કોમ્પ્લેક્સ, અનેક સરકારી કચેરીઓવાળી રેસ્ટોરાં અને શહેરનું મુખ્ય સ્થાન સામેલ છે. જે કોવિડના વૈશ્વિક આરોગ્ય સંકટ સામે લડનારા ડૉક્ટર્સ, પોલીસ, ડિલિવરી કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યોગ્ય સ્થળ છે. આ માટે મુનિર બુખારીએ પણ ખૂબ મહેનત કરી છે.