રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા અને વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપનીને પત્ર લખી માંગ કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં ખેડૂતોઓના ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી રહી છે. સરકાર તરફથી ખરીદી શરૂ થતા પહેલા ખેડૂતદીઠ 125 મણ ચણાની ખરીદી કરવાનું તેમજ ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોની સંખ્યા પૈકી 25 ટકા જેટલી સંખ્યાના ખેડૂતોની ચણાની ખરીદી કરવા નક્કી કરવામાં આવ્યું છે. ગોંડલ ખરીદ કેન્દ્રમાં 6500 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા ચણાની ટેકાના ભાવે થતી ખરીદી 25 ટકા કરતા વધુ જથ્થાની ખરીદી કરવા માંગ પરંતુ ગત વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હતો તેથી રવિ પાકમાં ચણાનું વાવેતર મોટા ભાગના ખેડૂતોએ કર્યો છે. હવામાનની અનુકુળતા રહેતા વિઘે 15 થી 10 મણનું એવરેજ ઉત્પાદન થયું છે. કોરોના વાઇરસ સંક્રમણની પરિસ્થિતિને કારણે લોકડાઉન છે.તેથી ખેત ઉપજ માલના વેચાણની પ્રક્રિયા ખોરંભે પડી છે. ખુલ્લા બજારમાં હાલ ચણાની ખપત ઘણી ઓછી છે અને ભાવ પણ ખુબ નીચા છે, જેથી ખેડૂતોઓને ખુબજ આર્થિક નુકસાન થઇ રહ્યું છે.આ સંજોગોને કારણે રજીસ્ટ્રેશન કરાવનાર તમામ ખેડૂતોના ચણાની ખરીદી કરવા તથા 25 ટકા કરતા વધુ જથ્થાની ખરીદી કરવા સમગ્ર ખેડૂત વતી માગ છે.