રાજકોટઃ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા, DYSP પી. એ ઝાલા, ગોંડલ સીટી PI. એસ. એમ. જાડેજા દ્વારા હદપાર ઇસમોની કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યા હતા અને સર્વેલન્સ સ્ટાફના જમાદાર જયદિપસિંહ ખુમાનસિંહ ચૌહાણને મળેલી ખાનગી બાતમીના આધારે અમરેલી, જૂનાગઢ તથા રાજકોટ શહેરમાંથી હદપાર કરનારા આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તે શખ્સ જયેશ ઉર્ફે ટકો ગાંડુભાઇ મોવલીયા તેના ઘરે આવવાનો હોવાની બાતમી મળતા તેના આધારે વોચ ગાઠવી સર્વેલન્સ ટીમ દ્વારા શખ્સને પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં વિશ્વરાજસિંહ ચુડાસમા, નરેંદ્રસિંહ જાડેજા, યુવરાજસિહ ગોહીલ, દિવ્યરાજસિંહ જાડેજા, રાજન ભાઈ સોલંકી તથા ખોડુભા ગોહિલ (એસ. એમ. જાડેજા) સહિતનાઓ જોડાયા હતા.