રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, “ઘટનાની જાણ થતાં જ, હું અને રાજ્યના મુખ્યપ્રધાન સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ.” સંપૂર્ણ ઘટનાનો ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવે તે માટે સિનિયર અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમજ મૃતકોના પરિજનોની સહાય માટે 4 લાખની જાહેરાત કરવામાં આવી છે.”
આ ઉપરાંત તેમના દ્વારા ગુજરાતમાં ખાનગી શાળા નથી તેવું પણ વિવાદિત નિવેદન આપ્યું હતું.