રાજકોટના છેવાડે રહેતા શ્રમિક પરિવારની પુત્રી અને હાલ ધોરણ 9માં અભ્યાસ કરતી તરુણી રવિવારે બપોરના સમય દરમિયાન પોતાના બોયફ્રેન્ડને મળવા માટે ફોન કર્યો હતો. જો કે તેના બોયફ્રેન્ડે ફોન ન ઉપાડતા તેના બોયફ્રેન્ડની મળવા સંતકબીર રોડ પર આવેલા ગાર્ડનમાં પહોંચી હતી. અહીં તેને બોયફ્રેન્ડની રાહ જોઈ પરંતુ તે ન આવતા તરુણી ત્યાંથી ઘરે જવા રવાના થઈ હતી. એવામાં બે અજાણ્યા ઈસમોએ તરુણીને વિશ્વાસમાં લઈને તેના બોયફ્રેન્ડને મળવા માટે લઈ જવાનું કહીને કારમાં બેસાડી તેણી સાથે ગેંગરેપ કર્યો હતો.
ત્યારબાદ તરુણીને બંને ગોપાલ અને જયેશ નામના ઈસમોએ રાતના સમયે એસ.ટી બસ સ્ટેશન મૂકી ગયા હતાં. આ દરમિયાન સ્ટેશન પર હાજર રિક્ષાચાલકની તરુણીને એકલી જોઈને દાનત બગડતા તેને પણ તરૂણીને બોયફ્રેન્ડ પાસે લઈ જવાના બહાને શહેરના આજીડેમ વિસ્તારમાં દુષ્કર્મ આચર્યું હતું. જો કે તરુણી દ્વારા સમગ્ર હકીકત પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી રીક્ષાચાલકને ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.