ETV Bharat / state

રંગીલા શહેરમાં કરોડો રૂપિયાની ફાળવણી, પરંતુ કચરાના ઢગલા તો યથાવત્ જ - Allotment regarding sanitation in Rajkot

સ્માર્ટ સિટી ગણાતા રંગીલી રાજકોટમાં કચરાના ઢગલા (Garbage heaps in Rajkot) કેમેરામાં કેદ થયા છે. દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી છતાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. (Rajkot Municipal Corporation operation)

રંગીલા શહેરમાં કરોડો રૂપિયાની ફાળવણી, પરંતુ કચરાના ઢગલા તો યથાવત્ જ

author img

By

Published : Dec 15, 2022, 9:13 PM IST

રાજકોટમાં સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ફાળવણી પરંતુ સ્થિતી હજુ એવીને એવી

રાજકોટ : રાજકોટની ગણના સ્માર્ટ સિટીમાં થાય છે. જ્યારે સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટમાં (Garbage heaps in Rajkot) સ્વચ્છતા માટે દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ શહેરના હજુ ઘણા એવા વિસ્તારો છે. જ્યાં કચરાના ઢગલા જાહેર જગ્યા ઉપર જોવા મળે છે. તેને લઈને મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે ETV BHARAT દ્વારા રાજકોટમાં કચરાને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. (Rajkot Municipal Corporation operation)

વોર્ડ નંબર 13માં જાહેરમાં કચરો જોવા મળ્યો રાજકોટના વોર્ડ નંબર 13માં ST સ્ટાફ ક્વાર્ટર્સના ગેટ પાસે જ મોટા પ્રમાણમાં કચરો એકઠો થતો જોવા મળ્યો હતો. જ્યારે તેમાં પ્લાસ્ટિક અને બાંધકામનું પણ મટીરીયલ સાથે હતું. શહેરના પોષ વિસ્તાર ગણાતા વોર્ડ નંબર 13માં જ આ પ્રકારે કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જેને લઈને મનપાની સોલિડ વેસ્ટ શાખા કયા પ્રકારની કામગીરી શહેરમાં કરી રહી છે તે સામે આવ્યું હતું. (Performance of RMC regarding cleanliness)

આ પણ વાંચો લો બોલો, હવે કચરો એકત્રિત કંપનીનું કરોડોનું કૌભાંડ પકડાયું, સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે કર્યો પર્દાફાશ

સ્માર્ટ સિટીમાં 140 જેટલા ન્યુસન્સ પોઈન્ટ રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત અગાઉ 180 જેટલા ન્યુસન્સ હતા. જે ઘટાડીને હવે 140 જેટલા કરવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના ન્યુસન્સ પોઈન્ટ પર પણ કચરો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા પાછળ કરવામાં આવતો ખર્ચો માત્ર કાગળ ઉપર દેખાતું હોય તેવી સ્થિતિ ગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે. જ્યારે શહેરીજનોને જાહેરમાં કચરો નાખવાની ટેવ પડી ગઈ હોય તેમ ગમે ત્યાં કચરાના ઢગલામાં કચરો નાખે છે. (Garbage heaps in Rajkot)

આ પણ વાંચો નાના શહેરના વિકાસ માટે ઔડા એક્શન મોડમાં, આ રીતે થશે કાર્યવાહી

ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં 35 લાખ કરાયા મંજુર ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે જે એજન્સી ડેટા તૈયાર કરે છે. તેની 35 લાખની દરખાસ્ત થશે મંજૂર કરવામાં આવી હતી. જ્યારે કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવે છે, પરંતુ તેનો અમલ જોઈએ તે પ્રમાણમાં યોગ્ય રીતે શહેરમાં થતો નથી. (Allotment regarding sanitation in Rajkot)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.