- સરગમ કલબ દ્વારા આ વર્ષે પણ નહિ કરવામાં આવે ગરબાનું આયોજન
- રાજકોટમાં સરગમ કલબ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે
- રાજકોટમાં સરગમ કલબમાં અંદાજીત રૂપિયા 40 લાખ જેવો ખર્ચ દર વર્ષે થાય
રાજકોટ: શહેરમાં સરગમ કલબ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષે કોરોનાના કારણે રાજ્યમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હોતું પરંતુ આ વર્ષે સરકાર જો ગરબા માટેની મજૂરી આપશે તો પણ રાજકોટના કેટલાક નામાંકિત ગરબા આયોજકો આ વર્ષે પણ ગરબાનું આયોજન નહિ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જયારે ગરબા નહિ યોજવા મામલે ETV ભારત દ્વારા રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ગરબાનું આયોજન કરતા સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા સાથે વાતચીત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: રાજ્યમાં હજુ પણ ગરબાના આયોજનને લઈને અસમંજસ
છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે ગરબાનું આયોજન
રાજકોટમાં સરગમ કલબ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં યુવતીઓ માટે મહિલાઓ માટે ખાસ ગરબાનું આયોજન કરાય છે. સરગમ કલબ દ્વારા યોજવામાં આવતા ગરબામાં ગોપી રસ ખૂબ જ પ્રચલિત છે. જ્યારે આ ગરબામાં માત્ર મહિલાઓ અને યુવતીઓ જ ભાગ લે છે. આ સાથે નાના બાળકો માટે સરગમ કલબ દ્વારા અલગથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આમ યુવતીઓ અને મહિલાઓ માટે અલગ તેમજ નાના બાળકો માટે અલગ એમ બે મોટા ભવ્ય ગરબાનું આયોજન કરાય છે.
એક ગરબા યોજવા પાછળ રૂપિયા 40 લાખનો ખર્ચ
સરગમ કલબ દ્વારા દર વર્ષે શહેરના ડીએચ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જયાએ માત્ર યુવતીઓ અને મહિલાઓ જ ગરબામાં ભાગ લઈ શકે છે. આ ગરબા યોજવા પાછળ અંદાજીત રૂપિયા 40 લાખ જેવો ખર્ચ દર વર્ષે થાય છે. જેમાં ગ્રાઉન્ડનું ભાડું, લાઇટિંગ, સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, કલાકરોનો ખર્ચ, તેમજ ગરબામાં વિજેતા થયેલા યુવતીઓને ઇનામ વિતરણ આ તમામ બાબતોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કોરોના વાઇરસને લઇ મહારાષ્ટ્રમાં આ વર્ષે નવરાત્રી રદ કરાઇ
9 દિવસ ગરબા રમવાના પાસના રૂપિયા 200
સરગમ ક્લબ દ્વારા યોજવામાં આવતા ગરબામાં 9 દિવસ સુધી ગરબા રમવાનો ચાર્જ રૂપિયા 200 છે. જયાએ એક દિવસ માટે ગરબા રમવાનો ચાર્જ રૂપિયા 50 લેવામાં આવે છે. જ્યારે સરગમ કલબના ગરબામાં યુવતીઓ અને મહિલાઓ જ આવતી હોવાથી અહીં તેમના માટે અન્ય ગરબા કરતા ઓછી ફી રાખવામાં આવતી હોય છે. જ્યારે ગરબા નિહાળવા માટે આવતા લોકોને રૂપિયા 10 ફી લેવામાં આવે છે. એક દિવસમાં 4થી 5 હજાર લોકો ગરબા જોવા માટે આવતા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે અંદાજીત 1500થી 2 હજાર જેટલી મહિલાઓ અને યુવતીઓ ગરબા રમતી અહીં જોવા મળે છે.
સરગમ ક્લબને દાતાઓ દ્વારા આપવામાં આવે છે ફાળો
સરગમ કલબ દ્વારા વર્ષોથી માત્ર મહિલાઓ અને યુવતીઓ માટે જ ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે નવરાત્રીના બે મહિના પહેલાજ ગરબા યોજવાનું આયોજન કરવાનું શરૂ કરવામાં આવે છે. આ સાથે જ સગરમ કલબએ રાજકોટમાં જાણીતી સંસ્થા હોય તેમને ગરબાના આયોજન માટે ઘણા નામાંકિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ દ્વારા દાન આપવામાં આવતું હોય છે અને તે દાન મારફતે આ ગરબાનું આયોજન થાય છે પરંતુ આ વખતે કોરોનાનું અસરના કારણે ધંધાર્થીઓને ઘણું નુકશાન ગયું હોવાથી તેમની પાસે દાનની અપેક્ષા રાખી શકાતી નથી. જેના કારણે આ ગરબાનું આયોજન આ વર્ષે પણ રદ્દ કરવામાં આવ્યું છે.