- બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરાયું
- મહિલાઓ અને બાળકીઓ માટે ખાસ નિદાન કેમ્પનું આયોજન
- મોટી મારડમાં અત્યાર સુધી ચાર કેમ્પ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે
રાજકોટ : જીલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે મહિલાઓ માટે ફ્રી હિમોગ્લોબિનનું નિદાન અને સારવાર અર્થે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કિડની રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ અને બાળકીઓ માટેનું આ ખાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિદાન કરાવવામાં માટે મહિલાઓ અને બાળકીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી.
આ પણ વાંચો :પાંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કુવેચિયા અને વસાદરા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
સંસ્થા દ્વારા તેમને ત્રણ મહિના સુધી ફ્રી સારવાર
સંસ્થા દ્વારા તેમને ત્રણ મહિના સુધી ફ્રી સારવાર આપવામાં આવે છે અને સાથે જ સ્ત્રીઓને ગર્ભાશયના મુખમાં કેન્સર ન થાય તે માટેની પણ વેક્સિન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં મોટી મારડમાં આવા ચાર કેમ્પ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે. વધુમાં રાજકોટથી સેવા અર્થે આવનારે જણાવ્યું હતું કે, મહિલાઓને થતી શરીરની બિમારીઓ અંગે પણ અમે જાણકારી આપી હતી અને મહિલાઓને મદદરૂપ થવા માટેના પ્રયત્ન કરીએ છીએ.
આ પણ વાંચો : વલસાડમાં જનમન અભિયાન અંતર્ગત 7 સ્થળે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
મહિલાઓને થાક અને તનાવ દુર રાખવામાં મદદરૂપ
કેમ્પનો લાભ લેનારી મહિલાઓએ જણાવ્યું છે કે, આવા કેમ્પથી મહિલાઓ અને બાળકીઓને ખુબજ મદદરૂપ થાય છે. મહિલાઓને અને બાળકીઓને લાગતા થાક અને તનાવ તેમજ અન્ય સ્ટ્રેસથી પણ દુર રાખવામાં આવા કાર્યો ખુબ મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે મહિલાઓએ જણાવ્યું હતું કે, દરેક મહિલાઓએ આ કેમ્પનો લાભ લેવો જોઈએ.