ETV Bharat / state

Rajkot News: રખડતા પશુઓ અંગે પૂર્વ કેન્દ્રિય પ્રધાનનું ચોંકાવનારું નિવેદન

રાજકોટમાં ગાય અંગેના એક્સ્પો અંગે પૂર્વ કેન્દ્રિય પ્રધાન વલ્લભ કથિરીયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન તેમને રખડતા પશુઓ અંગેનો પ્રશ્ન કરાતા તેમણે ચોંકાવનારો જવાબ આપ્યો હતો.

Rajkot News: રખડતા પશુઓ અંગે પૂર્વ કેન્દ્રિય પ્રધાનનું ચોંકાવનારું નિવેદન
Rajkot News: રખડતા પશુઓ અંગે પૂર્વ કેન્દ્રિય પ્રધાનનું ચોંકાવનારું નિવેદન
author img

By

Published : Mar 11, 2023, 8:36 PM IST

રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ છે યથાવત્

રાજકોટઃ રાજ્યમાં રખડતા પશુઓનો મામલો માથાનો દુખાવો બન્યો છે. ત્યારે રાજકોટમાં પણ આ જ સ્થિતિ છે. તેવામાં અહીં ગાય અંગેના એક્સ્પો અંગે પૂર્વ કેન્દ્રિય પ્રધાન વલ્લભ કથેરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે રખડતા પશુઓ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું

આ પણ વાંચોઃ Patan Accident News : પંચાસરમાં રખડતા પશુની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત

આજે દેશમાં હત્યા અને આત્મહત્યાનો કાયદો છતાં બંધ થઈઃ પૂર્વ કેન્દ્રિય પ્રધાન વલ્લભ કથિરીયાને રખડતા ઢોર અંગે પ્રશ્ન પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, આજે દેશમાં હત્યાઓ બંધ થાય છે. એના માટે કાયદો પણ છે. જ્યારે આત્મહત્યાઓ પણ બંધ નથી થતી. આ અંગેનો પણ કાયદો દેશમાં છે. એવી રીતના રખડતા ઢોરના પ્રશ્નો પણ આ જ પ્રકારના છે. તમામ લોકો પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ સામાજિક સંસ્થાઓ, કૉર્પોરેશન સહિતની સંસ્થાઓ દ્વારા આ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, રખડતા ઢોરનો મુદ્દો વલ્લભ કથિરીયા દ્વારા હત્યાને આત્મહત્યાના બનાવ સાથે સરખાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચોઃ Rajkot News: રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ, માસૂમ બાળકને ભર્યા બચકા

રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ છે યથાવત્ઃ ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં અગાઉ રખડતા ઢોરના કારણે ભોમેશ્વર વિસ્તારમાં પૂર્વ આર્મીમેનનું મૃત્યુ થયું હતું. સાથે જ રાજકોટના મવડી વિસ્તારમાં એક સાથે 3 જેટલી મહિલા પોલીસ કોન્સ્ટેબલને રખડતા ઢોર દ્વારા અડફેટે લેવામાં આવી હતી. ત્યારે રાજકોટમાં આગામી દિવસોમાં ગાયની ઉપયોગીતા અંગેનો એક્સપો યોજાશે. જેને લઇને રખડતા ઢોરનો મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

રખડતા પશુ માથાનો દુખાવોઃ મહત્વનું છે કે, રાજ્યભરમાં રખડતા પશુઓનો મુદ્દે માથાનો દુખાવો બન્યો છે. રાજ્યભરમાં અવારનવાર એવા સમાચાર સામે આવે છે, જ્યાં રખડતા પશુઓએ લોકોને અડફેટે લીધા હોય. તેના કારણે લોકોને ગંભીર ઈજા પણ પહોંચી હોય. અનેક લોકોએ તો રખડતા ઢોરના કારણે જીવ પણ ગુમાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.