ETV Bharat / state

ગોંડલના પૂર્વ મેડિકલ ઓફિસરને લાંચ કેસમાં અદાલતે 3 વર્ષની સજા ફટકારી - Gujarat News

ગોંડલની સેશન્સ અદાલતે સરકારી હોસ્પિટલના પૂર્વ મેડિકલ ઓફિસર રામપ્રવેશ મહેન્દ્રભાઈ શાહને લાંચના ગુનામાં 3 વર્ષની સજા ફટકારી છે.

ગોંડલના પૂર્વ મેડિકલ ઓફિસરને લાંચ કેસમાં અદાલતે 3 વર્ષની સજા ફટકારી

author img

By

Published : Oct 22, 2020, 9:51 AM IST

  • ગોંડલ સરકારી હોસ્પિટલના પૂર્વ મેડિકલ ઓફિસર લાંચના ગુનામાં ઝડપાયો
  • સન્સ કોર્ટ દ્વાર 3 વર્ષની સજા ફટકારાઇ
  • ગોંડલના પૂર્વ મેડિકલ ઓફિસરને ત્રણ વર્ષની સજા

રાજકોટઃ ગોંડલ સરકારી હોસ્પિટલના પૂર્વ મેડિકલ ઓફિસર રામપ્રવેશ મહેન્દ્રભાઈ શાહ લાંચના ગુનામાં ઝડપાયા હતા. જેને ગોંડલની સેશન્સ અદાલતે 3 વર્ષની સજા ફટકારી છે.

પૂર્વ મેડિકલ ઓફિસર લાંચના ગુનામાં ઝડપાયો

દસ વર્ષ પહેલા ગોંડલમાં રહેતા બ્રિજરાજસિંહ લખધીરસિંહ વાઘેલા જેઓ PGVCL માં ફરજ બજાવતા હતા અને તેમને સીકનું મેડિકલ સર્ટિફિકેટ મેળવવું હતુ અને જે સર્ટિફિકેટ મેળવવા માટે ડૉ. રામ પ્રવેશ મહેન્દ્ર શાહે રૂપિયા 200ની માગણી કરી હતી. જેથી બ્રિજ રાજસિંહે LCB પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ LCB દ્વારા છટકુ ગોઠવતા ડૉક્ટર રામપ્રવેશ શાહ ઝડપાઈ ગયા હતા.

ડૉક્ટર રામ પ્રવેશ મહેન્દ્ર શાહને 3 વર્ષની સજા

ઉપરોક્ત કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઘનશ્યામ ભાઈ ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજો પુરાવા રજૂ કરવામાં આવેલા હતા, ત્યારબાદ ન્યાયમૂર્તિએ સાહિદોની જુબાની અને વકીલોની દલીલોને ધ્યાને લઇ લાંચરિશ્વત ધારા 1988ની કલમ 7ના ગુનામાં આરોપી ડૉક્ટર રામ પ્રવેશ મહેન્દ્ર શાહને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા તથા રૂપિયા 2500 નો દંડ ફરમાવતો હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.