રાજકોટ: રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન અને રાજકોટમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરનાર ડો. સુશીલાબેન શેઠનું નિધન થયું છે. તેમને 95 વર્ષની વયે રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેમનું અવસાન થતા પરિવારજનો અને તેમના સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. એવામાં તેમના અંતિમ સંસ્કાર રાજકોટના રામનાથ રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવશે. જ્યારે ડો. સુશીલાબેન શેઠને રાજકોટમાં અનેક આરોગ્ય અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છેલ્લા કેટલાક દિવસોથી તેઓ સારવાર હેઠળ હતા. તેમનું સવારના સમયે અવસાન થયું હતું.
સેવાકીય પ્રવૃત્તિ: ડૉ સુશીલાબેન અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ડો. સુશીલાબેન શેઠ છેલ્લા 15-20 દિવસથી એશિયન હોસ્પિટલમાં સારવાર અર્થે હતા. આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે સુશીલાબેન સાતમી ગુજરાત વિધાનસભાના સભ્ય, ગુજરાત સરકારના સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે. જ્યારે રાજકોટમાં જીટી શેઠ હાઈસ્કૂલ, કાંતા વિકાસ ગૃહ , જીટી શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ અને જીટી શેઠ કેન્સર હોસ્પિટલમાં પણ પાયાના પથ્થરની ભૂમિકામાં હતા. સમાજમાં પણ તેઓ ઊંચું સ્થાન ધરાવતા હતા. તેમના નિધનથી જૈન સમાજમાં પણ તેની ખોટ વર્તાય રહી છે.
આ પણ વાંચો Rajkot BJP : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ રાજીનામા આપતા પ્રદેશ પ્રમુખે આભાર માન્યો
લીધા અંતિમ શ્વાસ: ડો. સુશીલાબેન શેઠની ઉમર 55 વર્ષની હતી. જ્યારે તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતા. જેને લઈને આજે સવારે તેમનું અવસાન થયું છે. તેમના અવસાન બાદ તેમના ઘરે શોક જોવા મળ્યો હતો. આ સાથે જ તેમના અંતિમ સંસ્કાર રામનાથપરા સ્મશાન ખાતે યોજાયા હતા. જ્યારે તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી પણ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહ્યા હતા. જેને લઇને તેમના અવસાન બાદ પણ તેમની સમાજમાં ખૂબ મોટી ખોટ રહેશે. ઉલ્લેખનીય છે કે, સુશીલાબેન ગુજરાત વિધાનસભાની સાતમી વિધાનસભાના સભ્ય હતા. ગુજરાત સરકારે અલગ અલગ વિભાગોમાં પણ તેમને પોતાની સેવાઓ આપી હતી.