ETV Bharat / state

Rajkot News : ફોરેન ટ્રેડના અધિકારીએ કરી આત્મહત્યા, પરિવારજનોના CBI પર ગંભીર કર્યો આક્ષેપ

રાજકોટમાં CBI દ્વારા છટકું ગોઠવીને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીને રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. જ્યારે CBI દ્વારા રાજકોટમાં અધિકારીને લાંચ લેતા ઝડપી પડવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.

Rajkot News : ફોરેન ટ્રેડના અધિકારીએ કરી આત્મહત્યા, પરિવારજનોના CBI પર ગંભીર કર્યો આક્ષેપ
Rajkot News : ફોરેન ટ્રેડના અધિકારીએ કરી આત્મહત્યા, પરિવારજનોના CBI પર ગંભીર કર્યો આક્ષેપ
author img

By

Published : Mar 26, 2023, 11:08 AM IST

Rajkot News : ફોરેન ટ્રેડના અધિકારીએ કરી આત્મહત્યા, પરિવારજનોના CBI પર ગંભીર કર્યો આક્ષેપ

રાજકોટ : રાજકોટમાં CBI દ્વારા છટકું ગોઠવીને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીને રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. જ્યારે CBI દ્વારા રાજકોટમાં અધિકારીને લાંચ લેતા ઝડપી પડવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. એવામાં CBI દ્વારા આ લાંચ લેનાર અધિકારીના ઘરે તેમજ ઓફીસ સ્થળે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન ઓફિસના ચોથા માળેથી આ અધિકારી કૂદકો મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ મામલે મૃતકના પરિવાર દ્વારા CBI પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો છે. આ સાથે જ CBIના અધિકારી પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

રાજસ્થાનના CM સમક્ષ ન્યાયની માંગણી કરી : ઘટનાનને પગલે મૃતક ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT એવા જાવરીમલ બીશ્નોઈના ભાઈ સંજય બીશ્નોઈએ BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે કેટલાક લોકો મારા ભાઈના ઘરની પાસે બેઠા હતા અને તપાસ કરી રહ્યા હતા એ અંગે મારા ભત્રીજાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ CBIના અધિકારીઓ છે જ્યારે આજે સવારે અમને ખબર પડી કે મારા ભાઈનું મોત થયું છે. ત્યારે અમે માંગણી કરીએ છીએ કે જે પણ CBIના લોકો આ તપાસમાં લાગ્યા હતા તેમની વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવામાં આવે, આ સાથે જ મૃતકના પરિવારજનોએ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સમક્ષ પણ ન્યાય આપવાની માંગણી કરી હતી.

આ પણ વાંચો : Operation Jail: જેલમાંથી ફરી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ઝડપાઇ, 16 મોબાઈલ, 39 ઘાતક સમાન અને તમાકુ

અકસ્માતે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરાઇ : આ ઘટના અંગે રાજકોટના ડીસીપી એવા સુધીર દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, CBIની તપાસ ચાલુ હતી તે દરમિયાન ફોરેન ટ્રેડના અધિકારીએ ઓફિસના ચોથા માળેથી આત્મહત્યા કરી લીધો છે. હાલ આ મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં અકસ્માતે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે જે અધિકારીઓ તપાસ હતા તે સીબીઆઈના અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવશે અને મૃતકનું પીએમ પણ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવશે. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Netram Project : નેત્રમ, જેનાથી સરકારે કર્યું જેલોમાં દરોડાનું નિરીક્ષણ, એકસમયે અમિત શાહે કરી હતી આ ટિપ્પણી

શું હતી સમગ્ર ઘટના : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના સદર બજાર વિસ્તારમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફીસ આવેલી છે. જેમાં અરજદાર દ્વારા પોતાના ફૂડ કેનના નિકાસના ધંધા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદાર દ્વારા જરૂરી દસ્તાવેજો પણ ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા હતા છતાં પણ તેમને જોઈતું NOC અધિકારી દ્વારા કાઢી આપવામાં આવ્યું નહોતું. તેમજ આ NOC માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી એવા જાવરીમલ બીશ્નોઇ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. જે મામલે અરજદાર દ્વારા CBIમાં અરજી કરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.