- રાજકોટમાં મનપા દ્વારા ફૂડ વિભાગના દરોડા
- ખાદ્યપદાર્થોના ગુણવત્તાની કરવામાં આવી ચકાસણી
- બે વેપારીઓને ફટકારવામાં નોટિસ
રાજકોટ: દિવાળીના તહેવારને લઈને બજારમાં મુખ્યત્વે ડ્રાયફ્રૂટ અને મીઠાઈ તેમજ ફરસાણનું ખરીદી વેચાણ વધારે પ્રમાણમાં થતું હોય છે. જેને અનુલક્ષીને રાજકોટ મનપાના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ દુકાનમાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે ચકાસણી દરમિયાન ઝડપાયેલા બિન આરોગ્યપ્રદ વસ્તુઓનો પણ નાશ પણ કરવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવારને રાજકોટમાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓ પર ફૂડ વિભાગના દરોડા ફરસાણ અને ડેરીફાર્મમાં કરવામાં આવ્યું ચેકિંગફૂડ વિભાગ દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ, પેડક રોડ, વિરાણી ચોક, સંત કબીર રોડ, કોઠારીયા નાકા સહિતના વિસ્તારમાં આવેલી મુખ્ય ફરસાણ અને ડેરી ફાર્મની દુકાનોમાં મીઠાઈ સહિત ફરસાણના ખાદ્ય પદાર્થોનું ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની 21 જેટલી દુકાનોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, ફૂડ લાયસન્સ, છાપેલી પસ્તીનો ઉપયોગ, ફરસાણ બનાવવામાં ઉપયોગમાં લેવાતું તેલ સહિતની બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી બે જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
8 કિલોગ્રામ વાસી મીઠાઈનો કરાયો નાશફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી ખોડીયાર ફરસાણ એન્ડ સ્વીટ નામની દુકાનમાંથી 8 કિલોગ્રામ જેટલી વાસી મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો. જેને ફુડ વિભાગ દ્વારા સ્થળ પર જ નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ વાસી મીઠાઈનો જથ્થો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ યાજ્ઞિક રોડ પર આવેલી સ્ટ્રીટ કિચન નામની દુકાનમાંથી પણ છાપેલી પસ્તીનો ઉપયોગ કરવા મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે.