- રાજકોટ દિલ્હી 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ફ્લાઇટ ઉડાન નહીં ભરે
- રાજકોટ દિલ્હીની એક પણ ફ્લાઇટ ઉડાન નહિ ભરે
- એર શો માટેના પ્લેન દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગ થવાથી કોમર્શિયલ ફલાઇટ રદ્દ કરાયા
રાજકોટ : દિલ્હીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં એર શો માટેના પ્લેન દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગ થવાથી કોમર્શિયલ ફલાઇટ રદ્દ કરવામાં આવી છે. એરપોર્ટથી 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દિલ્હીની એક પણ ફ્લાઇટ ઉડાન ભરશે નહીં. રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંત વોરાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં એર શો માટેના પ્લેન દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગ થવાથી કોમર્શિયલ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હોવાની સ્પાઇસ જેટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટથી દિલ્હીના દરરોજ 55 પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે
રાજકોટથી દિલ્હીના દરરોજ 55 પ્રવાસીઓ દિલ્હીથી રાજકોટ અને રાજકોટથી દિલ્હી પ્રવાસ કરે છે. દરરોજ સવારે 9 કલાકે દિલ્હીથી રાજકોટ પહોંચી 9.45 કલાકે પરત દિલ્હી જવા ફ્લાઇટ ઉડાન ભરે છે. જે રદ્દ કરવામા આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.