રાજકોટઃ લોકડાઉન પાર્ટ-3નું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ તંત્ર ખડેપગે છે. જિલ્લા પોલીસ વડાએ ગોંડલ શહેરમાં ફ્લેગ માર્ચ યોજી પ્રજાજોગ સંદેશો આપ્યો હતો કે, લોકોએ સાંજના સાતથી સવારના સાત સુધી ફરજિયાત ઘરમાં જ રહેવાનું રહેશે.
મોર્નિંગ વોક, ઇવીનિંગ વોક માટે ઘરની બહાર નીકળવું નહીં, 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નીચેના બાળકોએ ઘરમાં રહેવાનું ખાસ પાલન કરવું, મેડિકલ ઈમરજન્સી હોય તો જ બહાર નીકળવું અન્યથા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કારખાના કે ફેક્ટરીઓમાં કામ કરતા લોકોએ સાંજે સાત પહેલાં જ ઘરે પહોંચી જવાય તે રીતે આયોજન કરવાનું રહેશે. જિલ્લામાં 90 ટકા લોકો જાહેરનામાનું પાલન કરી રહ્યા છે. પરંતુ પાલન ન કરી રહેલા બાકીના 10 ટકાને પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.