રાજકોટમાં ભીડવાળા વિસ્તારોમાના એક એવા યાજ્ઞિક રોડ પર આવેલી દેના બેંકના ATMમાં અચાનક આગ લાગી હતી. જેની જાણ ફાયરવિભાગને થતા તાત્કાલિક બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સદનસીબે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ બેંકનું ATM બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોય શકે છે.