રાજકોટમાં વધતી જતી ટ્રાફીકની સમસ્યાને પહોંચી વળવા મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા તારીખ 24/06/2019ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામાં બાદ દબાણ હટાવ શાખા એલર્ટ થયું છે. જેને લઈને શુક્રવારે ત્રણ ઝોન વાઈઝ આઉટડોર ટીમ દ્વારા આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના ટોચના અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદા-જુદા સ્થળેથી જેમાં વેસ્ટ ઝોન વિસ્તારમાંથી 13 મોટર સાઈકલ, 12 કાર, 4 ટ્રેક્ટર સહીત કુલ 29 વાહનો સામે રૂપિયા 19900 નો પાર્કિંગનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી 01 મોટર સાઈકલ, 5 રીક્ષા સહીત કુલ 06 વાહનોનો રૂપિયા 2900 નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ ઈસ્ટ ઝોન વિસ્તારમાંથી 5 મોટર સાઈકલ, 3 કાર, 5 હેવી વ્હીકલ, 1 રીક્ષા સહીત કુલ 14 વાહનોનો રૂપિયા 7600 નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ BRTS રૂટ પરથી 4 કાર, 4 મોટર સાઈકલ સહીત કુલ 8 વાહનોનો રૂપિયા 6000 નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ ત્રણેય ઝોન દ્વારા કુલ 57 વાહનો પાસેથી નો પાર્કિંગ વહીવટી ચાર્જ કુલ રૂપિયા 36400 વસુલવામાં આવ્યો હતો.