ખાતરની બોરીઓમાંથી 500 ગ્રામથી 700 ગ્રામ જેટલુ ખાતર ઓછું નિકળે છે. પ્રથમ જેતપુરમાં ખાતર કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકોટમાં પણ ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોચ્યા છે. રાજકોટમાં પણ ખાતરની બોરીઓમાંથી ઓછું ખાતર મળી આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં GSFCના ડેપોમાં ચેકીંગ કરતાં તમામ બોરીમાં ખાતર ઓછું હોવાનું સામે આવ્યું છે. જો કે ખેતીવાડી અધિકારીએ ડેપોમાં વહેંચાણ બંધ કરાવ્યું છે અને સ્ટોક લઈ પંચકામ કર્યું.