રાજકોટઃ ખેતીનું નામ પડેને આપણને લહેરાતા ખેત પાકો યાદ આવતા (Electricity farming in Umrali village)હોઈ છે. જેમાં ખેડૂતો ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરી ખેત ઉત્પાદન કરતા હોય છે ત્યારે આજે આપણે વાત કરવાના છીએ વીજળીની અનોખી ખેતીની. તમને સાંભળીને નવાઈ ચોક્કસ લાગશે પરંતુ વીરપુર પાસેના ઉમરાળી ગામમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં અનેક ગામોને વીજળી પૂરી થઈ શકે એટલી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. જાણો અમારા આ વિશેષ અહેવાલમાં.
વીજળીની ખેતી - વીજળી વગર પરેશાન થતા ખેડૂતોની સમસ્યા તો તમે અનેકવાર (Electricity farming )સાંભળી હશે પરંતુ આજે વાત કરવી છે વીજળી ઉત્પન્ન કરતા ખેડૂતની કદાચ વાત માનવામાં ન આવે તેવી વાત છે. પરંતુ જુઓ દ્રશ્યો આ દ્રશ્ય છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામ નજીકના ઉમરાળી ગામના સીમ વિસ્તારની છે.
એક મહિનામાં 3 લાખ 60000 યુનિટ વીજળી ઉત્પન્ન - અહીંયા થાય છે વીજળીની ખેતી જેમાં અહીં એક બાર વિઘા જમીનમાં વિશાળ બે મેગા વોલ્ટનો સોલાર પ્લાન્ટ ઉભો કરાવામાં આવ્યો છે. અહીં સૂર્ય પ્રકાશની ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન (solar plant)કરવામાં આવે છે. જેને નજીકના જી.ઈ.બી. ના સબ સ્ટેશન પર મોકલાય છે. આ સોલાર પ્લાન્ટમાં દરરોજની અંદાજીત 10 થી 12000 યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. ત્યારે અહીંયા આ ઉત્પાદનથી એવરેજ એક મહિનામાં 3 લાખ 60000 યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. અહીં ઉત્પન્ન થતી વીજળીમાંથી ખેડૂતને આવકમાં અધતન ફાયદો થાય છે.
ઉત્પન્ન થતી વીજળી અનેક ગામોમાં પૂરી પાડી શકાય - દર મહિને આશરે 12 થી 15 લાખ રૂપિયાનો ફાયદો થતો હોવાની વાત પણ આ સોલાર પ્લાન્ટની ખેતી કરનાર દિલીપ મારકણાએ મીડિયા સાથે વાત કરતા કરી હતી. વર્ષ દરમિયાન અંદાજીત સવા કરોડથી વધુ રૂપિયાનો ફાયદો આ વીજળી ઉત્પન્ન કરી કરવામાં આવે છે. હાલ અહીં ઉત્પન્ન થતી વીજળી અનેક ગામોમાં પૂરી પાડી શકાય એટલા યુનિટ જનરેટ થાય છે.
3600 જેટલી સોલાર પેનલ લાગાવી - રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પાસેના ઉમરાળી ગામની સીમમાં દિલીપભાઈએ પોતાની 12 વિઘા જેટલી જમીનમાં આ પ્લાન્ટ આશરે બે વર્ષ પહેલા સ્થાપયો હતો. આ પ્લાન્ટ દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં હાલ જોવા જઈએ તો 3600 જેટલી સોલાર પેનલ લાગેલી છે જેમાં અહીંયા બે એન્જિનિયર સહિત પાંચ લોકોનો સ્ટાફ કામ કરે છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકાર દ્વારા વીજળીની બચત થઇ શકે એવી પહેલ, યાત્રાધામો કરશે હવે વીજ બચત અને આપશે આ સુવિધાઓ
સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળી - સામાન્ય રીતે આ પ્લાન્ટ મોટો હોવા છતાં નહિવત લોકો પર જ ચાલે છે. આ પ્લાન્ટમાં વીજળીનું સારૂ ઉત્પાદન મળી રહે એટલા માટે દર ત્રણ દિવસે સોલાર પેનલોને વોશિંગ કરવામાં આવે છે અને હાલ અહીંયા રોકાણકારને બિલકુલ સમય આપવો પડતો નથી. ઉપરાંત આ સોલાર પ્લાન્ટમાં વેરેન્ટેજ પણ નહિવત હોય છે, ત્યારે આ પ્લાન્ટમાં અલગ-અલગ બે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે જેમાં આ સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળી નજીકના સબસ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે.
વીજળીની સમસ્યા પણ નિવારી શકાય - આ સાથે જ સોલાર પ્લાન્ટ ઉભા કરાયા બાદ ખેડૂતો પોતાની આ પ્રકારની જમીન નીચે શાકભાજી, ફુલ જેવા પાકો પણ લઈ શકે છે, એટલે કે બન્ને તરફથી ખેડૂતોને ફાયદો થઈ શકે છે. આ પ્લાન્ટ સ્થાપનાર ખેડૂતે પણ જણાવ્યું છે કે સોલાર પ્લાન્ટથી અનેક ફાયદાઓ છે. જો કે હાલમાં સરકાર દ્વારા સોલાર પ્લાન્ટની સબસીડી બંધ કરી દેવામાં આવી છે તેથી અનેક લોકો પ્લાન્ટ સ્થાપી શક્યા નથી જેથી જો સરકાર દ્વારા ફરીથી સબસિડી ચાલુ કરવામાં આવે તો અનેક ખેડૂતોને લાભ મળે તો મોટી સંખ્યામાં આવા પ્લાન્ટ લોકો સ્થાપી શકે છે જેથી ઘટતી વીજળીની સમસ્યા પણ નિવારી શકાય છે.
આ પણ વાંચોઃ સોલાર ઊર્જામાં કેવી રીતે બનશે 'આત્મનિર્ભર ભારત'? 90 ટકા Solar panels ચીનથી આવે છે!
વીજળીની ઘટની સમસ્યા દુર થઈ શકે - આ ઉપરાંત હાલ ખેડૂતોને જે કોલસાની ખામીના કારણે જે વીજ સમસ્યાનો સામનો કરવો પડે છે એમાંથી પણ મુક્તિ મળી શકે છે. સરકાર આ બાબતે જો યોગ્ય ધ્યાન આપે તો સરકાર અને સામાન્ય લોકો બંનેને ફાયદો થઈ શકે છે. વીજળીની ઘટની સમસ્યા દુર થઈ શકે છે અને ખેડૂતો ખેતરમાં આ પ્રકારની સુવિધા વસાવી અને ખુદને અને સરકારને મદદરૂપ થઈ શકે છે.
સબસીડી ચાલુ કરે તો બધાને ફાયદો - વર્તમાન સમયમાં એક તરફ સરકાર કોલસાથી ઉત્પાદન થતી વીજળી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને વીજળી ઉત્પન્ન કરે છે તો બીજી તરફ કેટલાક રોકાણકારો પોતે રૂપિયા રોકીને વીજળી ઉત્પાદન કરવા તૈયાર જોવા મળી રહ્યા છે ત્યારે આવા સમયે જ સરકારે પણ આ પ્રકારના સોલર પ્લાન્ટ માટેની સબસીડી બંધ કરી દીધી છે ત્યારે જો સરકાર આ પ્રકારના સોલાર પ્લાન્ટમાં ફરી સબસીડી ચાલુ કરે તો બધાને ફાયદો થઈ શકે છે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે ત્યારે આ વીજળીની ખેતીથી સરકાર, ખેડૂત તેમજ સૌ કોઈને ફાયદાકારક સાબિત થતું નજરે પડે છે.