રાજકોટઃ રાજકોટ જિલ્લાના જામકંડોરણાના કાના વડાળા ગામમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. આ દરમિયાન એક ખેતમજૂર પર વીજળી પડતાં મોત થયું છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરાણામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ દરમિાયન ઝાડ નીચે ઉભા રહીને ફોન પર વાત કરતા એક ખેતમજૂર પર વીજળી પડી હતી. આ દુર્ઘટનામાં ઉકારસીંગ મંગલસીંગ ગમારા ઉ.વ. 30 નામના મધ્યપ્રદેશના ખેતમજૂરનું મોત થયું છે.