ETV Bharat / state

Rajkot News: ઉપલેટાના ખ્યાતનામ આઈ-સર્જને આંખ સુરક્ષિત રાખવા ટિપ્સ આપી, જાણો શું

આંખ થવાના અને આંખને લગતી સમસ્યાઓમાં અત્યંત વધારો થતા રાજકોટ જિલ્લાના ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ખ્યાત નામ આંખના સર્જન ડો. ખ્યાતિ કેશવાલાએ આવી સમસ્યાથી બચવા અને તકેદારી રાખવા અંગેની વિશેષ માહિતી આપી છે. જાણો ETV BHARAT ના વિશેષ અહેવાલમાં.

Rajkot News: આંખ થવાના કેસોની સંખ્યામાં થયો અત્યંત વધારો, ઉપલેટાના ખ્યાતનામ આંખના સર્જને બચવા માટેની આપી તમામ માહિતીઓ

author img

By

Published : Jul 21, 2023, 1:47 PM IST

Rajkot News: ઉપલેટાના ખ્યાતનામ આઈ-સર્જને આંખ સુરક્ષિત રાખવા ટિપ્સ આપી, જાણો શું

રાજકોટ: વર્તમાન સમયની અંદર આંખો થવાના તેમજ આંખોની સમસ્યાઓને લઈને લોકોને અને કોઈ પ્રકારની તકલીફો પડતી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આંખને લગતા વાયરલ ઇન્ફેક્શન તેમજ આંખ થવાના કેસોની સંખ્યામાં એકાએક વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સરકારી હોસ્પિટલ આંખના સર્જન તરીકે ફરજ બજાવતા ખ્યાતનામ સરકારી તબીબ ડો. ખ્યાતિ કેશવાલાએ આંખોના ફેલાઈ રહેલા ઇન્ફેક્શન અંગેની માહિતી આપી છે. આ ઉપરાંત તેમની અસરથી બચવા માટે લોકોએ શું તકેદારી રાખવી તેની વિશેષ માહિતી ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવી છે.

"વર્તમાન સમયની અંદર વાયરલ ઇન્ફેક્શનને લઈને આંખોની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં અસરની વાત કરવામાં આવે તો આંખોના સફેદ ભાગમાં તેમજ પાપણના ભાગ વિસ્તારની અંદર ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે અને સોજાઓ થઈ રહ્યા છે. આ સાથે લક્ષણો અંગે તેમણે જણાવ્યું છે કે, આંખ બંધ થઈ જાય, આંખમાંથી પાણી નીકળવું, ચેપડા આવે, પાપણ સોજી જાય તેમજ આંખની અંદર કોઈપણ પ્રકારનું પડ્યું હોય તેવું અનુભૂતિ થાય છે અને આંખ ખટકવા લાગે છે પણ આ કોઈ ખટકતી વસ્તુ કે એવું કોઈ નથી પરંતુ આ એક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન છે અને આ જલ્દીથી ફેલાઈ રહ્યો છે.-- ડો. ખ્યાતિ કેશવાલા (આંખના સર્જન તરીકે ફરજ બજાવતા ડો)

ડાયરેક સ્પર્શ: સામાન્ય રીતે આંખ માટેના 150 થી 200 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ હાલ આ દર્દીઓ સાથે રોજના 20 થી 30 દર્દીઓ આંખની આ વાયરલ ઇન્ફેક્શન જે ફેલાઈ રહ્યો છે. તેની સમસ્યાઓને લઈને સારવાર માટે આવી રહ્યા છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી આ પ્રકારની સમસ્યામાં જે કોઈપણ વ્યક્તિને આની અસર થઈ હોય તેવા વ્યક્તિઓની વસ્તુઓથી દૂર રહેવું અને તેમના સંપર્કમાં આંખ ન આવે કે કોઈ સ્પર્શ ન થાય તેમની ખાસ તકેદારી રાખવી. આ ઉપરાંત જ્યારે પણ લોકો બહાર નીકળો ત્યારે આંખની જાળવણી કરવી ઉપરાંત આંખને હાથ કે અન્ય કોઈ વસ્તુ સાથે ડાયરેક સ્પર્શના કરવી તેવું જણાવ્યું છે.

આંખ થવાના કેસોની સંખ્યામાં થયો અત્યંત વધારો

ડોક્ટરની સલાહ સુચન: જ્યારે કોઈપણ વ્યક્તિને આ વાયરસની અસર થાય છે ત્યારે અંદાજિત 10 દિવસથી લઈને 20 દિવસ સુધી તેમની અસર રહે છે. આ અસરની સાથે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તેમના સંપર્કમાં આવે છે તો તેમને પણ આ વાયરલની અસર થાય છે અને તેમને પણ આ પ્રકારની તકલીફ ભોગવવાનો વારો આવે છે. આ પ્રકારની સમસ્યાઓ જ્યારે કોઈપણ દર્દીને આંખમાં જોવા મળે તો ડોક્ટરની સલાહ સુચન વગર કોઈપણ પ્રકારના આંખોના ટીપા કે કોઈપણ વસ્તુને આંખમાં ન નાખવી કારણ કે આ એક પ્રકારની વાયરલ ઇન્ફેક્શન છે જે જલ્દીથી ફેલાઈ રહી છે. ત્યારે ડોક્ટરની સલાહ સૂચન વગર કોઈ પણ પ્રકારની જાતે સારવાર કરવાનો પ્રયત્ન ન કરવો તેવું જણાવ્યું છે.

  1. Rajkot News : રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સને બપોરે 2થી 5 પ્રવેશમાં મંજૂરી, છતાં કેમ વિવાદ રોકાયો નથી
  2. Rajkot News : રાજકોટની પ્રજા રોડ રસ્તા બાબતે ત્રસ્ત અને કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.