રાજકોટ : હાલ સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે. એવામાં રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઠંડી પડી રહી છે. જ્યારે આ ઠંડીની સાથે રાજકોટમાં રોગચાળો વકર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટમાં શરદી ઉધરસના 365 જેટલા કેસ નોંધાયા છે. આ સાથે જ તાવ અને ઝાડા ઉલટીના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો અને ચિકનગુનિયાનો એક એક કેસ નોંધાયો છે. ત્યારે રોગચાળો વધતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ પણ વાંચો : Epidemic in Ahmedabad શહેરમાં રોગચાળો ઘટ્યો, પરંતુ પૂર્વ વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક
શરદી ઉધરસના 365 કેસ નોંધાયા : રાજકોટમાં રોગચાળાની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે શરદી ઉધરસના 365 કેસ નોંધાયા છે. આ સાથે સામાન્ય તાવના 39 કેસ સામે આવ્યા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 109 જેટલા કેસ નોંધાયા છે. વર્ષ 2023ના જાન્યુઆરીની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજકોટમાં શરદી ઉધરસના કુલ 960 કેસ નોંધાયા છે. એવામાં સામાન્ય તાવના 134 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલટીના કુલ 258 કેસ નોંધાયા છે એટલે કે વર્ષની શરૂઆતથી જ રાજકોટમાં ધીમે ધીમે રોગચાળો વધી રહ્યો છે. જ્યારે હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ જોવા મળે છે.
આ પણ વાંચો : યુ.એસ.માં મહામારીના પ્રથમ વર્ષમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી મૃત્યુ પામેલા લોકોમાં 6.2 ટકાનો વધારો : અભ્યાસ
15,674 ઘરોમાં પોરાનાશક કામગીરી : રાજકોટમાં મચ્છર જન્યો રોગચાળો ઘટાડવા માટે કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં 15,674 ઘરમાં મચ્છરોના પોરાનાશકની કામગીરી કરાઈ છે. આ સાથે જ 702 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. જ્યારે આરોગ્ય ટીમ દ્વારા અલગ અલગ પ્રીમાઇસીસ જેવી કે બાંધકામ, હોટલો, રેસ્ટોરન્ટો સહિતના કુલ 751 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી અંદાજે 400 જેટલી પ્રીમાઇસશસીસને મચ્છર ઉત્પતિ સબબ નોટિસ પણ ફટકારીને દંડ વસુલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવન આવી રહ્યો છે. જેને લઈને બિમારીનો આંકડો ઉપર આવી શક્યો હોય છે. ત્યારે હાલ રાજકોટમાં ભારે કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.