રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે રાજ્યના અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં લોકડાઉન વચ્ચે પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે.
રાજકોટમાં હાલ કોરોનાના કુલ 63 કેસ હતા. જેમાં વધુ બે પોઝિટિવ કેસનો સમાવેશ થતા કુલ આંકડો 65 પર પહોંચ્યો છે. રાજકોટમાં પોઝિટિવ આવેલા કેસમાં એક કેસ અમદાવાદથી રાજકોટ આવેલા 38 વર્ષના સ્નેહલભાઈ મહેતા નામના આધેડનો આવ્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં માત્ર અમદાવાદ- રાજકોટ વચ્ચે ઇમરજન્સી સેવા જ શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ સાથે જ રાજકોટથી કોઈ વ્યક્તિને અમદાવાદમાં પણ જવા નહી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.