તો બીજા નંબર પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ 9,08,054 રૂપિયા ચૂંટણીમાં ખર્ચ્યા છે. બાકી 8 ઉમેદવારોના પણ ખર્ચ ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે અલગ-અલગ રાજ્યોમાં યોજાઈ ગયું છે. બીજી તરફ આગામી 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ છે. આજે ચૂંટણી તંત્રએ રાજકોટ લોકસભા બેઠકના 10 ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ જાહેર કર્યો હતો.
આ ચૂંટણી ખર્ચમાં સૌથી વધુ ખર્ચ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ કર્યો છે, જ્યારે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા બીજા નંબરે છે. બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિજય પરમારે 25,855 રૂપિયાનો ખર્ચો કર્યો છે. જ્યારે અપક્ષના અમરદાશ દેશાણીએ 26,320 રુપિયા, નાથાલાલ ચિત્રોડાએ 44,500 રૂપિયા, જે.બી ચૌહાણે 16,400 રૂપિયા, મનોજ ચૌહાણે 14,900 રૂપિયા, જસપાલસિંહ તોમરે 26,100 રૂપિયા, પ્રવિણ દેગડાએ 13,000 રૂપિયા અને રાકેશ પટેલે 25,040 રૂપિયા ચૂંટણીમાં ખર્ચ્યા છે.