- 18 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં 6થી 8 ધોરણનું શૈક્ષણિક કાર્ય ચાલુ
- કોરોના મહામારીના કારણે લગભગ 1 વર્ષના ગાળા બાદ શાળાઓ શરુ
- ઉપલેટામાં ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ
રાજકોટ: સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાઈરસને કારણે શાળા-કોલેજો બંધ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ થોડુ ઓધુ અને કોરોના કેસમાં ઘટાડો થતા તબક્કાવાર શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે 18 ફેબ્રુઆરીના રોજ સરકારના સુચન અનુસાર ઉપલેટામાં પણ ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરવામાં આવી છે.
શાળાઓ શરુ થયા બાદ કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પાલન
જેમાં ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓને ગુરુવારથી શાળામાં અભ્યાસ ચાલુ કરાવવા માટે શાળાઓને પરવાનગી મળી ગઈ છે, ત્યારે આ વિદ્યાર્થીઓને શાળાઓ તરફથી સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેમકે માસ્ક પહેરવું ફરજીયાત, હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તથા સ્ક્રીનીંગ કરાવવું ઉપરાંત વાલીઓના સંમતિ પત્ર સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો
શાળા શરૂ થતાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા, ઉપપ્રમુખ મંજુલાબેન માકડીયા દ્વારા આ ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરાવામાં આવી છે. ત્યારે તેમની ઉપસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા કરાઈ અને તમામને સૂચનાઓ સાથે શાળાના વર્ગખંડોમાં અભ્યાસ શરૂ કરવામા આવ્યો છે. કોરોના ગાઇડલાઇન મુજબ તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન પૂર્ણતઃ પાલન થાય તેની પૂરી તકેદારી શાળાઓ તરફથી રાખવામાં આવી રહી છે.
નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનું સન્માન કરાયું
સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવી રહેલી શાળાની શરૂઆત અર્થે આવેલા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વગેરેનુ સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેઓને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.