રાજકોટઃ શહેરમાં ગઈકાલે 11 ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા(Heavy rains in Rajkot) હતાં. પરંતુ સૌથી વધુ અસર રેલનગર અને પોપટપરામાં રહેતા લોકોને પહોંચી હતી. કારણ કે અહીં રેલનગરનો અંડરબ્રિજ અને પોપટપરાનું નાળુ પાણીથી છલોછલ(Monsoon Gujarat 2022 ) ભરાઇ ગયું હતું આથી અહીં રહેતા અંદાજીત એકથી દોઢ લાખ લોકોને બહાર નીકળવાનો કોઈ રસ્તો રહેતો નથી જેથી આ લોકોની જીવન 24 કલાક થનભી ગયું હતું ત્યારે અહીં દર વર્ષે સર્જાતી આ પ્રકારની સમસ્યા તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
સમસ્યાનો નિકાલ કાઢો તેવી માંગ - અહીંના સ્થાનિકમ મહિલાએ જણાવ્યું છે કે વરસાદ જ્યારે આવે છે ત્યારે અમારી કપરી દશા થઈ જાય છે. આ વિસ્તારમાં એક લાખથી વધુની(underbridge of Relangar) વસ્તી છે. મોટાભાગે સરકારી નોકરીયાત વર્ગ જ રહે છે. વરસાદમાં રેલનગર બ્રિજ પાણીથી ભરાઇ જાય ત્યારે અમારે બહુ જ સહન કરવું પડે છે. કાલે અમારા વિસ્તારના બધા રસ્તા બંધ થઈ ગયા હતાં. કોઈ લેડીઝને કઈ પ્રોબ્લેમ આવે તો શું કરવું. આના વિશે કોઈ વિચારતું જ નથી. જ્યારથી અંડરબ્રિજ બન્યો છે ત્યારથી આ સમસ્યા દર વર્ષની બની ગઈ છે. અમે કોર્પોરેટરને જાણ કરી હતી ત્યારે 4 વાગ્યે ફેર બ્રિગેડ અને મનપાનો સ્ટાફ આવ્યો હતો અને પાણીનો નિકાલ કર્યો હતો. પોપટપરામાં તો ઘરમાં પાણી ભરાઇ ગયા હતાં ત્યારે સ્થાનિકોની એક જ માંગ છે કે જેમ બને તેમ વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કાઢો તેવી માંગ કરવામાં આવી છે.
અંડરબ્રિજ ભરાઇ એટલે લોકોની આવક જાવક બંધ - ચોમાસામાં 2-3 ઇંચ વરસાદ પડે એટલે પોપટપરાનું નાળુ ભરાઇ એટલે અમારે ક્યાંઈ પણ જવાનો રસ્તો બંધ થઈ જાય છે. થોડા વર્ષો પહેલા વિજય રૂપાણીએ આ અંડરબ્રિજ ખુલ્લો મુક્યો હતો. પણ આ અંડરબ્રિજ ડિગ્રી વેચાતી લઇ એન્જીનીયરોએ આ અંડરબ્રિજ બનાવ્યો છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ પમ્પીંગથી અંડરબ્રિજમાંથી પાણી કઢાઈ છે પણ એ પાણી રેલનગરની સાઈબાબા સોસાયટીમાં જાય છે અને અહીં દોઢ ફુટ પાણી ભરાઈને પાછા પાણી અંડરબ્રિજમાં જ ભરાઇ છે. આથી આનો વ્યવસ્થિત કોઈ નિકાલ જ નથી. હવે મનપા ભણેલા એન્જીનીયર લઇ આવે તો નિવારણ કરી શકે. અત્યારના અધિકારીઓને પૈસા મેળવવામાં રસ છે. મનપા US, UK થી એન્જીનીયર લઇ આવે છે તો આ અંડરબ્રિજમાં પણ આ એન્જીનીયર કામે લગાડો તેવું સ્થાનિકે જણાવ્યું છે. રેલનગરમા એક થી દોઢ લાખની વસ્તી છે જેમાં ચોમાસામાં આ અંડરબ્રિજ ભરાઇ એટલે તમામ લોકોની આવક જાવક બંધ થઈ જાય છે.
આ પણ વાંચોઃ Rain in Rajkot : ડેમના દરવાજા ખોલતા આસપાસના ગામોને કરાયા એલર્ટ
નવી ભૂગર્ભ ગટર બની - રેલનગર વિસ્તાર મોરબી રોડ બાયપાસ સુધી વિકસી ગયો છે. કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ ખસેડવી હોઈ તો એમ્બયુલન્સ આવી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી. ફાયરની એમ્બયુલન્સ હોઈ છે પણ તે પાણીમાં ચાલે તો દર્દી હોસ્પિટલ પહોંચે. હાલ બ્રિજની અંદરથી પાણી બહાર કાઢે છે પણ બધું પાણી સાઈબાબા સોસાયટીની શેરીમાં થઈને પાછું બ્રિજની અંદર આવે છે હાલ નવી ભૂગર્ભ ગટર બની છે પણ તેમાં પાણી ચડતું નથી. આનો કાયમી નિકાલ કરવા માટે હવે અંડરબ્રિજમાં જ નવું કામ કરવું પડે તેમ છે.
આ પણ વાંચોઃ વિવશતાની પરાકાષ્ઠા: જીવના જોખમે નદી પાર કરતા ગામવાસી
RMC તંત્ર દ્વારા તાત્કાલિક કામ -રેલનગર અને પોપટપરાના નાલામાં તાત્કાલિક પાણીની નિકાલ કરવામાં આવ્યો છે ત્યારે વધુમાં ડેપ્યુટી મેયર દ્વારા જણાવાયું હતું કે, રાજકોટ શહેરમાં રાતના 12 થી લઇને બપોરના 12 વાગ્યા સુધીમાં 11 ઇંચ નોંધાયો છે જેમાં ખાસ કરીને રેલનગર અને પોપટપરા વિસ્તારમા એક લાખ થી વધુ લોકો રહે છે. રેલ્વેથી ઉપર મોટર દ્વારા પાણીનો નિકાલ કરી અને ડ્રેનેજ લાઈન માંથી પણ પાણીનો નિકાલ કરવામાં આવે છે. સાથો સાથ અનેક જગ્યા ઉપર લોકોને મુશ્કેલીઓ ના પડે તેની માટે પણ RMC તંત્ર દ્વારા તાત્કાલિક કામ પણ કરવામાં આવે છે. અનેક લોકોને તેમને સુરક્ષિત સ્થળે ખસેડી રહેવા-જમવાની સુવિધા પણ કરાઇ છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો જંગલેશ્વર, ભગવતીપરા, રામનાથ મહાદેવ મંદિર આસપાસના વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા માઇકમાં એનાઉન્સ પણ કરવામાં આવ્યું હતું. ખૂબ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાયા છે.