- કોરોના વેકસીનની બજારમાં આવવાની તૈયારીઓ શરૂ
- રાજકોટમાં આજથી કોરોના વેક્સીન માટે ડ્રાયરન શરૂ
- વેક્સીન આપ્યા બાદ 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રખાશે
રાજકોટઃ કોરોના મહામારી માટેની કોરોના વેકસીનની બજારમાં આવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોના વેકસીન આવે ત્યારે તેને કેવી રીતે નાગરિકોને આપવી તે માટે દેશમાં ચાર સ્થળોએ કોરોના વેક્સીન આપવા માટેનો ડ્રાયરન યોજાયો છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. જેને લઈને આજે રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા 5 સ્થળોએ ડ્રાયરન યોજવામાં આવ્યો હતો.
SMS દ્વારા ક્યાં સેન્ટર ખાતે આવવું તે જાણકારી અપાશે
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીન માટે આવનાર લાભાર્થીઓને એક દિવસ અગાઉ જ SMS દ્વારા જાણ કરવામાં આવશે કે તેઓને ક્યાં સેન્ટર ખાતે વેકસીન માટે જવાનું છે. ત્યાર બાદ બીજા દિવસે સવારે આ લાભાર્થી કોરોના વેક્સીન માટે આવે ત્યારે પ્રથમ તેમને જે SMS મોકલવામાં આવ્યો હોય તે આરોગ્ય કેન્દ્ર ખાતે ચકાસવામાં આવશે અને ત્યારબાદ તેમને આ કેન્દ્ર ખાતે પ્રવેશ આપવામાં આવશે.