રાજકોટઃ રાજ્યભરમાં શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે શહેરીજનો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા શ્વાન કરડવાના કેસ વધતા હોસ્પિટલમાં એક અલગ જ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેને એન્ટી રેબીસ ક્લિનિક નામ આપવામાં આવ્યું છે. જ્યારે આ વોર્ડમાં જે પણ લોકોને શ્વાન કરડ્યા હશે તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવશે. જેના કારણે તેમને હોસ્પિટલમાં અન્ય મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
એન્ટી રેબિઝ ક્લિનિકની શરૂઆત: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ટી રેબીઝ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે હોસ્પિટલ અધિક્ષક ડો આર એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટમાં શ્વાન કરડવાના કેસની સંખ્યામાં 50% વધારો થયો છે. જ્યારે શ્વાન કરડ્યા બાદ રેબિઝ થાય છે અને રેબિઝ એકવાર થઈ જાય તો પછી તેને મટાડી શકતો નથી. એના કારણે આ પ્રાણઘાતક રોગ કહેવાય છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ એન્ટી રેબિઝ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જે લોકોને શ્વાન કરડ્યા હશે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવશે.
આ પણ વાંચો: Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ
બે તબક્કામાં સારવાર: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્યત્વે બે તબક્કામાં સારવાર આપવામાં આવશે. જેમાં એક વેક્સિનેશન અને બીજું ઇમોનોગ્લોબિન. જ્યારે શ્વાન કરડ્યાના 24 કલાકમાં આ સારવાર આપવામાં આવે તો શ્વાન કરડ્યા બાદ કંઈ પણ થવાની શક્યતા 100 ટકા ઘટી જાય છે. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં એક આખો અલગ જ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓને એક જ સ્થળે વેક્સિન સહિતની સારવાર મળી રહેશે.
લોકોને કરવામાં આવી અપીલ: સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર એસ ત્રિવેદીએ લોકોને એ પણ અપીલ કરી છે કે જો કોઈને પણ શ્વાન કરડે તો તાત્કાલિક તેમને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. તેમજ ઘરે કોઈપણ ઘરગથ્થુ ઉપાય ન કરવો જોઈએ. જ્યારે તેમને તાત્કાલિક સારવાર મળી જાય તો તેમને રેબિસ થવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જાય છે અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ.
આ પણ વાંચો: Surat News : શ્વાન કરડવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ કરાયો શરૂ
મેડીકલ ટીમનું નિર્માણ: જ્યારે રાજકોટ ખાતે શરૂ કરવામાં આવેલા રેબિઝ ક્લિનિકમાં ડોક્ટરની સહિતના સ્ટાફની એક અલગ જ ટીમ પણ અલગ હશે. ત્યારે અહીંયા સારવાર લેવા આવતા દર્દીઓની પણ એન્ટ્રી અલગથી કરવામાં આવશે. જ્યારે અહીંયા સારવાર લેતા લેવા આવતા દર્દીઓની સારવાર બાદ તેમને જે વેક્સિન અથવા ઇમોનોગ્લોબિન આપવામાં આવ્યા હશે. તેના સાત દિવસ બાદ તેમને આ સારવારની શું અસર થઈ છે તેનું પણ અપડેટ લેવામાં આવશે.