ધોરાજી પોલીસ સ્ટેશન ભોગ બનનારે જાતે આવી અને ફરિયાદ આપેલી હતી કે, ભોગ બનનારની કોઈ બહેનપણીએ આરોપી ગુલામ મુહમ્મદની ઓળખાણ કરાવેલી હતી. આરોપી ગુલામ મુહમ્મદ તેની સાથે ફોનમાં મીઠી-મીઠી વાતો કરી અને પ્રેમ જાળમાં ફસાવ્યા હતા. ત્યારબાદ તારીખ 7 જુલાઇ 2018ના રોજ રાત્રે ત્રણ વાગે ભોગ બનનારને આરોપી ગુલામ મુહમ્મદ લગ્ન કરવાની લાલચ આપી અને ભોગ બનનારના ઘરેથી (ધોરાજીથી) ભગાડી ગયો હતો. ધોરાજીથી નીકળ્યા બાદ સૌપ્રથમ જેતપુર પહોંચતા જ આરોપી ગુલામ મુહમ્મદએ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધી દીધો અને ત્યાંથી દ્વારકા અને જામનગર જુદી-જુદી જગ્યાએ ભોગ બનનારને રાખેલા અને આ જગ્યાએ પણ ભોગ બનનાર સાથે અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો, ત્યારબાદ ભોગ બનનારનેએ ખબર પડી કે આરોપી ગુલામ મુહમ્મદની ઉંમર પોતાનાથી 15 વર્ષ જેટલો મોટો છે અને આરોપી ગુલામ મુહમ્મદ પરિણીત પણ છે, એટલે ભોગ બનનારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોધાવી હતી.
ધોરાજી પોલીસના તત્કાલીન અધિકારી જે.બી મીઠાપરાએ તપાસ કરી અને આરોપી ગુલામ મુહમ્મદ વિરુદ્ધ ચાર્જશીટ કરતા 25 જૂલાઇ 2019ના રોજ સેશન્સ કોર્ટમાં કેસ રજીસ્ટર થયેલો હતો, જે માત્ર ચાર મહિના અને 12 દિવસ જેટલા સમયમાં તમામ પુરાવાઓ નોંધી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આરોપી ગુલામ મુહમ્મદને તકસીરવાન ઠરાવી આવેલો હતો. આરોપી ગુલામ મુહમ્મદ તરફે ભોગ બનનાર તેની સાથે રહેલા હતા તે સમયના ફોટોગ્રાફ રજૂ કરેલા હતા અને દલીલ કરવામાં આવેલી હતી કે ભોગ બનનાર પુખ્ત વયના છે. પોતાની સહમતીથી આરોપી ગુલામ મુહમ્મદ સાથે રહેલ છે અને શરીર સંબંધ બાંધે છે. જ્યારે સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી કે ભોગ બનનારની સહમતી તે મુક્ત સહમતી ગણી શકાય નહીં. તેમને આરોપી ગુલામ મુહમ્મદએ પ્રેમ જાળમાં ફસાયેલ પોતે પરિણીત હોવા છતાં લગ્ન કરવાની લાલચ આપેલી અને આ તમામ સંજોગો જોતા ભોગ બનનારને ત્યારે ધોરાજીથી લઇ ગયા ત્યારે જ સૌપ્રથમ શરીર સંબંધ બાંધવાનું કામ કરેલ હોય આરોપી ગુલામ મુહમ્મદને પ્રેમ સંબંધ હોવાનું માનવાને કારણ નથી. આ તમામ સંજોગો અને રજૂ થયેલા પુરાવાને ધ્યાને લઇ અને એડિશનલ સેશન્સ જજ હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આરોપી ગુલામ મુહમ્મદને 10 વર્ષની સજા અને રૂપિયા 12000 દંડ ફરમાવેલ છે.