રાજકોટ: સિઝન વગર વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મોંઘા બિયારણ તો લીધા, પરંતુ ભાવ અડધા પણ નથી મળી રહ્યા. હાલ તો ખેડૂતોને રાતાપાણી એ નહીં. વરસાદના રાતાપાણી પાણીથી ન્હાવાનો વારો આવ્યો છે. જેનું પરિણામ છે કે, ખેડૂતોના કોઇ પાકના ભાવ મળી રહ્યા નથી. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં તલના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે તલના ભાવ રૂપિયા 2450 થી રૂપિયા 2600 સુધીના ભાવો ખુલી બજારમાં હરાજીમાં બોલાયા છે. કમોસમી વરસાદને કારણે તલના પાકને નુકસાન થયેલ હોવાથી ઉતારો પણ ઓછો અને નબળો આવેલ છે. જેથી માર્કેટિંગ યાર્ડમાં પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત છે.
" વર્તમાન સમયની અંદર આવક માપે મેળે ચાલુ છે. જેમાં તેઓ જ્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે તલ વેચવા આવ્યા હતા. ત્યારે તે દિવસે પણ બજારની અંદર ભાવમાં ઘટાડો આવ્યો હોવાનું જણાવે છે. ખેડૂતોને પ્રતિ મણ રૂપિયા 3000 જેવી વળતરની રકમ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે. તેમજ આવતા વાવેતર માટેનો ખર્ચ પરવડે તેવું જણાવ્યું છે.--રતિલાલ હરપાળ (ખેડૂત )
તકલીફ વેઠવાનો વારો: ખેડૂતોને જાણે આ વર્ષે કમોસમી વરસાદના કારણે અનેક વખત નુક્ષણીઓ તેમજ ખેડૂતોને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અહી ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે તલ લઈને આવતા ખેડૂતો જણાવે છે કે, તલના તેઓને પોષણક્ષમ ભાવ નહી મળતા હોવાનું જણાવ્યું છે અને ભાવને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે આ વર્ષ કમોસમી વરસાદ, ધુમ્મસને કારણે ખેડૂતોએ કરેલ મહેનતનુ સંતોષકારક પરિણામ નહીં મળ્યું હોવાનું ખેડૂતો જણાવે છે. ખેતર સારા પાકની આશાએ ખેડૂતોએ આ વર્ષ પણ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ હતો અને પોતાના ખેતર તલનુ મહા મહેનતે વાવેતર કરેલ હતું.
વાવાઝોડાએ વિનાશ: આ વાવેતર બાદ અને મહેનત કર્યા પછી પણ કુદરતી આફતને કારણે કમોસમી વરસાદ, વાવાઝોડાએ વિનાશ સર્જેલ છે. આ ઉપરાંત ધુમ્મસને લઈને વાતાવરણમા આવેલ ફેરફારને કારણે તલના પાકને ઘણુ નુકસાન થયેલ છે. આ નુકસાનીને કારણે તલના પાકમા જોઈ તેટલો ઉતારો આવેલ નથી તેવું ખેડૂતો જણાવે છે. જેટલો તલના પાકની ઉપજ થયેલ છે તે તલનો પાક લઈને ખેડૂતો જ્યારે માર્કેટીંગ યાર્ડમા અને ખુલી બજારમા ખેડૂતો તલ લઈને પહોંચેલ હતા.
ખેડૂતોમાં નિરાશા: પોષણક્ષમ ભાવ ન મળેલ હોવાનું ખેડૂતો જણાવે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખૂલી બજારમા હાલ તલના ભાવ રૂપિયા 2450 થી રૂપિયા 2600 રૂપિયા મણનો ભાવ તલમાં બોલાઈ રહ્યા છે. તેથી ખેડૂત ચિંતિત જોવા મળેલ છે. ખેડૂતોએ તલના ભાવ પુરા ન હોવાથી ખેડૂતોને હાલ ભાવોને લઈને નિરાશા હાથ લાગી છે. ખેડૂતો જણાવેલ કે, તલના ભાવ 3000 થી વધારે આવે તો જ પોસાય તેમ છે કારણ કે, નવું વાવેતર કરવા માટે તલ વેચવા પડી રહ્યા છે. તેમાંથી થયેલ આવલ બાદ નવા વાવેતર માટે સાહસ કરી શકે તેમ છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે.