રાજકોટ: લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad Case) દ્વારા શહેરના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કર્યો હતો. જે ઘટનાના 10માં દિવસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો (Devayat Khavad crime branch custody)હતો. તેની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. આજે ખવડને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેમજ પોલીસ દ્વારા ખવડના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટે ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા(Two days remand of Dewayat Khawad granted) છે.
આ પણ વાંચો મુંબઈમાં મોડેલિંગ કરતી યુવતી મોહાણી, અમદાવાદના યુવકે દુષ્કર્મ ગુજાર્યું
બે દિવસના રિમાન્ડ મંજૂર: દેવાયત ખવડ ગઈકાલે પોલીસ મથકમાં હાજર થયો હતો. ત્યારે આજે તેની સાથે રહેલા આ ગુનાના આરોપી એવા તેના બે સાગરીતો પણ આજે પોલીસ મથકમાં હાજર (Two Of His Accomplices will be on remand) થતા. એ ડિવિઝન પોલીસે ખવડને કોર્ટમાં રજૂ કર્યો હતો અને પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. તેમજ આરોપી પોલીસને સહકાર ન આપતા હોવાનું પણ કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે કોર્ટ દ્વારા ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા (Two days remand of Dewayat Khawad granted)છે.
આ પણ વાંચો અ'વાદ સાયબર ક્રાઈમ વિભાગે 400 વધુ લોન એપ્સ બંધ કરાવી, જાણો મોડસ ઓપરેન્ડી
સીસીટીવીમાં દેખાતો માણસ દેવાયો તો ખવડ નહીં: કોર્ટમાં દેવાયત ખવડના વકીલ ઉત્તકર્ષ દવેએ રજૂઆત કરી હતી કે જે સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. તેમાં દેવાયત ખવડ નથી. જ્યારે દેવાયત ખવડ અને મયુરને જૂની અદાવત ચાલુ હોય જેના કારણે તેનો ખાર રાખીને મયુરસિંહ રાણા દ્વારા ખવડ ઉપર ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે જ દેવાયત ખવડના વકીલે એવી પણ રજૂઆત કરી હતી કે મયુરસિંહ રાણાને પગમાં માર મારવામાં આવ્યો છે. જેના કારણે 307 ની કલમ ઉમેરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડના બે સાગરીતો એવા કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ મથકમાં હાજર થયા હતા. જેના પણ બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.
આરોપી જેવી જ ટ્રીટમેન્ટ કરવામાં આવશે: ACP ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે 7 ડિસેમ્બરે સર્વેશ્વર ચોક નજીક મયૂરસિંહ રાણા પર દેવાયત ખડવે હુમલો કર્યો હતો. જેની ફરિયાદ મયૂરસિંહ રાણાએ એ ડિવિઝનમાં આપી હતી. દેવાયત ખવડ અને તેની સાથે અન્ય બે શખ્સ પણ હતા જેઓએ પણ હુમલો કર્યો હતો. આથી પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ ખાતે હાજર થયા છે. તેની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. દેવાયત ખવડ સેલિબ્રિટી છે પણ તેની સાથે આરોપી જેવી જ ટ્રીટમેન્ટ કરવામાં આવશે.