રાજકોટઃ લોક સાહિત્યકાર દેવાયત ખવડના (devayat khavad Crime Case) બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતા આખરે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ સાથે તેના સાગરીતોને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ સાથે જ હવે દેવાયત ખવડના વકીલ દ્વારા ફરી જામીન અરજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે દેવાયત ખવડને જ્યાં સુધી જામીન મળે ત્યાં સુધી તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેવું પડશે.
જેલ હવાલે કરાયો: દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા મયુરસિંહ રાણા (Rajkot Mayursinh Rana) નામના યુવક ઉપર હુમલો કરાયો હતો. જે ઘટના બાદ 10 દિવસ પછી દેવયત ખવડ (devayat khavad Crime Case) અચાનક રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. જ્યારે તેની એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થઈ ગયા છે. જેને લઈને હવે દેવાયત ખવડ અને તેના બે સાગરીતોને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ક્યાં હતો દેવાયત ખવડ: દેવાયત ખવડ અને તેના બે સાગરીતો 10 દિવસ સુધી ક્યાં છુપાયા હતા તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દેવાયત ખવડ દ્વારા જ્યારે મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવાની તૈયારી હતી તે પહેલા ખવડે પોતાના પરિવારને સલામત સ્થળે ખસેડ્યા હતા. ત્યારબાદ તેના દ્વારા મયુરસિંહ ઉપર સર્વેશ્વર ચોકમાં હુમલો કરાયો હતો. જોકે મયુરસિંહ અને દેવાયત ખવડ વચ્ચે જૂની અદાવત ચાલતી હતી અને તેમાં મયુરસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો.
દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો - Rajkot Civil Court
લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં (Rajkot Civil Court) રજૂ કરાયો હતો. ત્યારબાદ પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતા આખરે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ સાથે તેના સાગરીતોને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે. રાજકોટ ક્રાઈમબ્રાંચમાં અચાનક હાજર થયેલા કલાકાર સામે કાયદેસરના (Rajkot Crime Branch)પગલાં લેવાયા હતા.
![દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17299623-thumbnail-3x2-devayat.jpg?imwidth=3840)