રાજકોટઃ લોકસાહિત્યકાર દેવાયત ખવડને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. દેવાયત ખવડ રાજકોટની પોપટપરા જેલમાંથી મુક્ત થયા હતા. દેવાયત ખવડને મળવા માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ચાહકો જેલની બહાર ઉમટી પડ્યા હતા. જેલની બહાર દેવાયત ખવડ નીકળતા તરત જ તેમના સમર્થકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં પ્રવેશ બંધી: હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને શરતી જામીન આપવામાં આવ્યા છે. જેમાં તેમને છ મહિના સુધી રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે દેવાયત ખવડ જેલમાંથી છુટતાની સાથે જ પોતાના મિત્ર વર્તુળ અને પરિવારજનો સાથે અન્ય સ્થળે જવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડને રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવા મામલે જેલમાં જવું પડ્યું હતું. હજુ પણ આ મામલાનો કેસ ચાલુ છે.
અમૃત ઘાયલનો શેર યાદ કર્યો: હું મારા ચાહક મિત્રો અને અઢારે વર્ણો તેમજ માતાજીના આશીર્વાદથી બહાર આવ્યો છુ. હું જેલમાંથી બહાર આવ્યો છું. જેના કારણે આનંદની લાગણી અનુભવી રહ્યો છું. સંસારમાં જેને વસમી સફર વેઠી નથી. તેને શું છે જગત તેની ખબર હોતી નથી. જ્યારે જીવનમાં ઘણા અનુભવો પણ તમને જીવન જીવતા શીખવાડતા હોય છે. સમય આવશે ત્યારે આપણે આ અંગેના ખુલાસા પણ કરીશું. જવાબ પણ આપીશું હાલ સમય ઓછો છે. એટલે આ વાતને અહીં જ વિરામ આપું છું--દેવાયત ખવડ
આ પણ વાંચો AIIMS Rajkot: નકલી ડોક્યુમેન્ટના સહારે યુવતી કરવા ગઈ હતી નોકરી, ભયંકર રીતે ભાંડો ફૂટ્યો
ખુશીનો માહોલ: હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ મહિના માટે રાજકોટથી તડીપાર કરવામાં આવ્યા છે. તેમજ 72 દિવસ બાદ આજે દેવાયત ખવડને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. જેને લઇને તેના સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. દેવાયત ખવડને લોકોએ મજાક પણ બનાવી દીધી છે. કેમકે તેઓ પોતાના ડાયરામાં સતત રાણો રાણાની રીતે તેવું બોલતા હોય છે. રાણો પોતાની મોજમાં હોય છે. પરંતુ દેવાયત ખવડના ખરાબ સમયમાં લોકોએ ડાયરાની મોજ અસલ જીંદગીમાં પણ દેવાયતની મજા કરી નાખી.