- પદ્માવત ફિલ્મ વિરોધ વચ્ચે ક્ષત્રિય યુવાનો પર થયેલ પોલીસ કેસ પરત ખેંચવાની માંગ
- રાજપૂત કરણી સેનાએ કરી રજુઆત
- રૂપાણી સરકારે આપી હતી ખાતરી
રાજકોટઃ તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન (Patidar reserve Potest)) દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા વિવિધ કેસો પરત ખેંચવાની જાહેરાત કરી છે. ત્યારે પાટીદાર અગ્રણીઓ પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)) સાથે આ મામલે બેઠક યોજી હતી. જ્યારે હાલ ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવત ફિલ્મના (Padmavat film) વિરોધ દરમિયાન સમાજના યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત ખેંચવાની ઉગ્ર માંગણી કરી છે. જેને લઇને રાજપૂત કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આજે રાજ્ય સરકાર તેમજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંધવી સમક્ષ માંગણી કરી છે કે, ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા પોલીસ કેસોને તાત્કાલિક પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવે.
રાજપૂત કરણી સેનાએ કરી રજુઆત
રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી જાડેજાએ આજે માંગણી કરી હતી કે, ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન ઘણા બધા ક્ષત્રિય સમાજના યુવાનો પર પોલીસ કેસો થયા હતા. જે પોલીસ કેસ જે તે સમયે રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ પણ મોટાભાગના ક્ષત્રિય યુવાનો પર પોલીસ કેસ યથાવત છે. જે રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને યુવાનો પર જે પોલીસ કેસો છે તેને દૂર કરવામાં આવે જેના કારણે યુવાનોને ભવિષ્યમાં મુશ્કેલી ન સર્જાય.
રૂપાણી સરકારે આપી હતી ખાતરી
ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન ઘણા બધા ક્ષત્રિય યુવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યા હતા, ત્યારે તે સમયે રાજ્યના વિજય રૂપાણીની સરકાર હતી. તેમણે ક્ષત્રિય સમાજના આગેવાનોને યુવાનો પરના કેસ પરત ખેંચવાની ખાતરી આપી હતી અને અમુક કેસો પરત પણ ખેંચ્યા હતા, પરંતુ હજુ પણ ઘણા બધા યુવાનો પર પોલીસ કેસો યથાવત જોવા મળી રહ્યા છે. જેને લઈને આજે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે. પી જાડેજાએ આ કેસો પરત ખેંચવાની રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાય તે સારી બાબત: નરેશ પટેલ
આ પણ વાંચો: Patidar Reservation Agitation: અનામત આંદોલનમાં પાટીદાર પર થયેલા તમામ કેસો પરત ખેંચવાની CMએ આપી બાંહેધરી