રાજકોટમાં: ત્રણ દિવસ અગાઉ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પતિ સાસુ સસરા દ્વારા પુત્રવધુના પોર્ન વીડિયો બનાવવામાં આવ્યા હતા. આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે આ ત્રણેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોર્ન વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા. જ્યારે 10થી વધુ વખત પુત્રવધુને ઓનલાઈન સેક્સ કરાવવામાં આવ્યું હતું.
"આ ગુનાના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ ગુનાઓને લગતા જે પણ ટેકનિકલ પુરાવો છે જેવા કે વીડિયો સહિતના પુરાવાનું કલેક્શન કરવાનું હાલ શરૂ છે. જે પ્રકારની ફરિયાદ છે તેના સત્યના આધારે અન્ય કોઈ વધુ પુરાવો હાથ લાગે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. "--વિશાલ રબારી (એસીપી, રાજકોટ)
ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર: કોર્ટ દ્વારા આ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ બાદ આ મામલે અનેક નવા ખુલાસા પણ થાય તેવી પૂરેપૂરી શક્યતા જાણવા મળી રહી છે. રાજકોટમાં પુત્રવધુના પોર્ન વીડિયો બનાવીને વેબસાઇટ ઉપર અપલોડ કરવાની ઘટના સામે આવ્યા બાદ શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે. જોકે હાલ આ ગુનાના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
આ વેબસાઈટ ભારતમાં પ્રતિબંધિત: એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા પોર્ન વેબસાઈટ કેવી રીતના એક્સેસ કરવામાં આવી છે. જ્યારે આ વેબસાઈટ જો ભારતમાં પ્રતિબંધિત હોય છતાં પણ તે એક્સેસ થાય છે. પોલીસ દ્વારા વેબસાઈટ અંગેનો રિપોર્ટ પણ કરવામાં આવશે. આ ઘટનામાં ફરિયાદીએ જે પણ અલગ અલગ હોટેલ, ઘર સહિતની જગ્યાઓના ઉલ્લેખ કર્યો છે. તે તમામ જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ ગુનામાં કોલ ગર્લને બોલાવવાની વાત પણ સામે આવી હતી.
પોલીસ દ્વારા તપાસ: પોલીસ દ્વારા હજુ સુધી આ કોલ ગર્લ કોણ છે. તેમજ તે કઈ રીતે આ ઈસમો સાથે સંકળાય હતી તે પોલીસ તપાસમાં સામે આવ્યું નથી. પરંતુ પોલીસ દ્વારા આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનો બન્યો હતો તેના અંદાજિત દોઢથી બે મહિનાનો સમય વીતી ગયો છે. જેના કારણે પોલીસે પુરાવા એકત્ર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર થતાં હવે આરોપીની સઘન પૂછતાં જ કરવામાં આવશે.