રાજકોટ : ગુજરાતના દરિયાકિનારા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડું હાલ સંકટ બન્યું છે. આ વાવાઝોડું દ્વારકા તેમજ કચ્છ જિલ્લામાં વધુ અસર કરે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે. એવામાં રાજકોટ કોંગ્રેસ દ્વારા વાવાઝોડું શાંત થાય અને ફરી આ વાવાઝોડું દરિયામાં જ સમય જાય તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કોઠારીયા રોડ પર આવેલા રામેશ્વર મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં થાય નહીં.
આજે રામેશ્વર મંદિરના સાનિધ્યમાં લોકોના હિત માટે શાંતિ હવનનું આયોજન કર્યું હતું. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ વાવાઝોડુંએ એક કુદરતી છે. તેના કારણે કુદરત જ તેને પોતાનામાં સમાવી લે. જેના કારણે દરિયાકિનારાના વિસ્તારની આસપાસ રહેતા લોકોને જાનહાની ન સર્જાય. - દીપ્તિ સોલંકી (કોંગ્રેસ મહિલા પ્રમુખ)
ઈશ્વરને પ્રાર્થના : જ્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા ગોપાલ અડનકરે જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામનું વાવાઝોડું ખૂબ જ કહેર મચાવી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસમાં આ વાવાઝોડાનો કહેર વધવાનો છે. જેને લઈને અમે વાવાઝોડાનો કહેર વધે નહીં તેમજ દરિયો તેને પોતાનામાં સમાવી લે તે માટે અમે ભગવાનને પ્રાર્થના કરી હવનનું આયોજન કર્યું હતું.
![કોંગ્રેસ દ્વારા હવનનો કાર્યક્રમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18743297_1.jpg)
વિવિધ પક્ષોએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા : આગામી તારીખ 14 અને 15ના રોજ બિપોરજોય નામનું વાવાઝોડું પોતાનો કહેર વર્ષાવનાર છે. એવામાં રાજકોટ શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિસ્તાર વાઈઝ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ પક્ષોના કાર્યકર્તાઓ જે તે વોર્ડમાં વિવિધ સેવાકીય કાર્ય કરશે અને લોકોને પણ મદદ કરશે. ત્યારે બીજી તરફ રાજકોટ કોર્પોરેશન દ્વારા પણ હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ તંત્ર ખડેપગે જોવા મળી રહ્યું છે. એવામાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વાવાઝોડાનો કહેર ઓછો થાય તે માટે રામેશ્વર મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Cyclone Biparjoy : કચ્છમાં વાવાઝોડાની પુર્વ તૈયારીઓને લઈને માંડવીયાએ કરી ચર્ચા, 2 લાખ પશુઓને ખસેડવા કામગીરી હાથ ધરાશે
- Biparjoy Cyclone : રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
- Cyclone Biparjoy : વાવાઝોડાના ઉછળતા મોજા વચ્ચે ઊંચા કોટડામાં ચામુંડાના દરવાજા ખુલ્લા, જૂઓ દરિયાકિનારેથી ગ્રાઉન્ડ રિપોર્ટ