રાજકોટ: બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા વરસાદી વાતાવરણની પણ આગાહી કરવામાં આવી છે તેને લઈને રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારોની અંદર બપોરથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને વરસાદે ધીમે ધીમે ગતિ પકડી લીધી હોવાનું સામે આવી છે ત્યારે વરસાદી પાણી રોડ પર વહેતા થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વાવાઝોડાની સંભવિત આગાહીને પગલે ઉપલેટમાં દરેક સંસ્થાઓને અને સ્કૂલ કોલેજોના વહીવટદારોને કુદરતી આફતોને લઈ ચેતવા અને તંત્રના સંપર્કમાં રહેવા જાણ કરાઈ હતી તેમજ વધુમાં ઉપલેટા શહેર તેમજ તાલુકા માટે બીપોરજોય વવાજોડાથી કોઈ ખતરો જણાય તેના માટે ઉપલેટા મામલતદાર સાહેબ દ્વારા એક હેલ્પલાઇન નંબર પર જાણ કરવા સૂચનો આપ્યા હતા. સાથે દરેક સામાજિક સંસ્થાઓને વાવાજોડાની તૈયારીઓને લઈ ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થાની કામગીરીની સમીક્ષા અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. - મહેશ ધનવાણી, મામલતદાર, ઉપલેટા
વાવાઝોડા સામે અગમચેતીના પગલાં: વાવાઝોડાની સંભવિત આગાહીને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની તાલુકા પંચાયત કચેરી ખાતે સંભવિત વાવાઝોડાના અગમચેતીના પગલાં તેમજ સતર્કતા અને વ્યવસ્થાના ભાગરૂપે ઉપલેટા મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓ સહિતની ઉપલેટા તાલુકાની તમામ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ પોલીસ સ્ટાફ સહિતના સૌ કોઈ લોકો ઉપસ્થિત રહી અને સંભવિત વાવાઝોડાની બાબતને લઈને એક બેઠક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી માર્ગદર્શન: જેમાં અધિકારીઓ કર્મચારીઓની સાથે-સાથે આગેવાનો, સમાજના સેવકો તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનોને સાથે રાખી અને એક મહત્વની બેઠક યોજી વાવાજોડાની આગોતરી સંભવિત તૈયારીઓ અને વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો મેળવી અને સંભવિત વાવાઝોડા સામે તમામ પ્રકારની તૈયારીઓ અને માહિતીઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
- Cyclone Biparjoy Update: જામનગર જિલ્લામાં બિપરજોયની અસર જોવા મળી, વાતાવરણમાં આવ્યો પલટો
- Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને PM મોદીની સમીક્ષા બેઠક, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ બંધ કરાશે
- Cyclone Biparjoy Alert : કેન્દ્રીય અધિકારીઓ દ્વારા બિપરજોય વાવાઝોડા અંગે સમીક્ષા, અન્ય રાજ્યમાંથી એનડીઆરએફ ટીમો બોલાવાઇ