ETV Bharat / state

Rajkot Crime: ઉપલેટામાં ગ્રાહકે રિલાયન્સ મોલ કર્મચારીને માર માર્યો, પેમેન્ટ અટકી જતાં મારામારી કરી - ડિજિટલ પેમેન્ટ શક્ય ન બનતાં બોલાચાલી

રાજકોટના ઉપલેટા શહેરમાં આવેલ મોલની અંદર ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ વસ્તુ ખરીદ્યા બાદ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગ્રાહક તરફની ટેકનિકલ ખામીના કારણે ગ્રાહક તરફથી પેમેન્ટ અટકી જતા ગ્રાહકે મોલના કર્મચારી સાથે બબાલ સર્જી મારામારી કરી હતી. જે બાબતે ત્રણ વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ઉપલેટામા મોલમાં ખરીદી કરવા આવેલ પિતા-પુત્રએ મોલ કર્મચારીને માર માર્યો

author img

By

Published : Jan 26, 2023, 8:15 PM IST

ઉપલેટામાં રિલાયન્સ મોલમાં ગ્રાહકે મોલ કર્મચારીને માર માર્યો

રાજકોટ: ઉપલેટા શહેરના બડા બજરંગ રોડ પર આવેલ રિલાયન્સ મોલની અંદર વસ્તુની ખરીદી કર્યા બાદ ડિજિટલ માધ્યમથી ગ્રાહકે ચુકવણી કરી હતી. જેમાં ગ્રાહક તરફથી ટેકનિકલ ખામીના કારણે ચૂકવણી ન થઈ હતી અને ગ્રાહકનું ટેકનિકલ ખામી ના કારણે અટકી ગયું હતું.

પેમેન્ટ અટકી જતાં મારામારી કરી
પેમેન્ટ અટકી જતાં મારામારી કરી

મોલના કર્મચારી સાથે મારામારી: ખરીદી કરવા આવેલા ગ્રાહકે રકમ પરત કરવાની અથવા તો માલ લઈ જવાની વાત કરી હતી. જે બાબતે મોલના કર્મચારીઓ દ્વારા તેમને ટેકનિકલ ખામી હોવાની બાબતે સમજણ આપી અને બેંક તરફથી તેમને રકમ પરત મળી જશે તે બાબતે સમજાવ્યું હતું. ત્યારે આ બાબતે બોલાચાલી કરી અને ખરીદી કરવા આવેલા પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓએ ગાળાગાળી કરી અને મારામારી કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ આ સમગ્ર બાબતે ત્રણ વ્યક્તિઓ સામે મોલ કર્મચારી પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

ત્રણ વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો: Rajkot news: સામાન્ય બાબતમાં બબાલ થતા ઉપલેટામાં ત્રણ યુવકો પર હુમલો

ડિજિટલ પેમેન્ટ શક્ય ન બનતાં બોલાચાલી: ઉપલેટામાં આવેલા મોલની અંદર ખરીદી કરવા આવેલા પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓએ ખરીદી કરી અને ડિજિટલ માધ્યમથી પૈસાની ચુકવણી માટે પ્રયત્ન કર્યો હતો. જેમાં ગ્રાહક તરફથી ટેકનિકલ ખામી સર્જાતા ડિજિટલ પેમેન્ટ શક્ય ન બન્યું હતું અને ચુકવણી ના થઈ હતી. જેથી મોલના કર્મચારીઓ દ્વારા તેમને સમજાવવાનો પ્રયત્ન કરી સમજૂતી આપવામાં આવી હતી. મોલના કર્મચારીઓએ સમજાવતાં પરંતુ ગ્રાહકને આ બાબતે સમજ ન પડતા તેમને ઉગ્ર બોલાચાલી કરી અને મોલની અંદર કામ કરતા કર્મચારી સાથે બબાલ સર્જી અને ઝપાઝપી કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: જેમાં મોલની અંદર કામ કરતા અજય અશોકભાઈ વાણીયા નામના યુવકને પિતા પુત્ર સહિત ત્રણ જેટલા વ્યક્તિઓએ મારામારી કરી હતી. જેમાં મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે સમગ્ર બાબતે આ ઘટના બાદ મોલના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. સમગ્ર બાબતે ઉપલેટા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.ઉપલેટામા મોલની અંદર થયેલ બબાલમાં સમગ્ર બાબતે મોલમાં કામ કરતા અજય અશોકભાઈ વાણીયા નામના યુવકે ઉપલેટા પોલીસ મથકમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

ત્રણેય હુમલાખોરોને ઝડપી લીધા: સમગ્ર બાબતે ઉપલેટા પોલીસે ફરિયાદીની ફરિયાદ દાખલ કરી IPC કલમ 323, 504, અને 114 મુજબનો ગુનો નોંધી CCTVના આધારે તપાસ શરૂ કરી હતી. સમગ્ર બાબતે પોલીસે ત્રણેય હુમલાખોરોને ઝડપી લીધા હોવાનું પણ સામે આવ્યું છે અને હાલ સમગ્ર બાબતે ઉપલેટા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.