- રાજકોટ પોલીસ કમિશનરનું નિવેદન
- મનોજ અગ્રવાલે લોકોને કોરોનાકાળમાં સાવધાન રહેવા અપીલ કરી
- કોરોનાના કેસોમાં વધારો નોંધાતા કરફ્યૂને 30 એપ્રિલ સુધી લંબાવાયો
આ પણ વાંચોઃ 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ 30 એપ્રિલ સુધી યથાવત રહેશે
રાજકોટઃ રાજ્યમા હોળી-ધુળેટીના પર્વ બાદ સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા શહેરના અલગ-અલગ શહેરોમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યૂ 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો છે. 1 એપ્રિલથી કરફ્યૂ વિવિધ શહેરોમાં લાગુ રહેશે ત્યારે રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 વાગ્યા દરમિયાન અમલી રહેશે. જેને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકોને કોરોનાનાની પરિસ્થિતિમાં સાવધાન રહેવા માટેની અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ ધુળેટી રમતા ઝડપાશો કાયદેસરની કાર્યવાહી કરાશે : રાજકોટ પોલીસ કમિશ્નર
રાજકોટમાં રાત્રિના 9થી સવારના 6 સુધી કરફ્યૂ રહેશે
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરીજનોને અપીલ કરી છે કે રાજકોટમાં રાત્રિના 9થી 6 સુધી કરફ્યૂ રહેશે. જેનો રાજકોટની જનતાએ પણ અમલ કરવાનો રહેશે. આ સાથે જ રાજકોટની જનતા પણ પોલીસને સહકાર આપે, તેમજ હાલ કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે તો તમામ લોકો કોરોનાની વેક્સિન અવશ્ય મુકાવે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે હજુ પણ કોરોના સામે લોકોએ સાવચેતીપૂર્વક લડવા પોલીસ કમિશનરે અપીલ કરી છે.