- ભાજપ આગેવનો વિરુદ્ધ નોંધાયો જાહેરનામા ભંગનો ગુન્હો
- જન્મદિવસની પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું
- માસ્ક વગર જોવા મળ્યા ભાજપના આગેવાનો
રાજકોટ : જિલ્લાના ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુ દુધાત્રા અને પ્રધાન બિપીન નિમાવત દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે જેલ ચોક ખાતેના જનસેવા કેન્દ્રને જલસા કેન્દ્ર બનાવી સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડાવી કેક કાપી ગિફ્ટ લઇબર્થ-ડે પાર્ટી ઉજવવામાં આવી હતી. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસના ધ્યાને આવતા PSI એમ જાડેજા દ્વારા તપાસના આદેશ અપાયા હતા અનેબર્થ-ડે પાર્ટીની ઉજવણી થઇ હોવાથી બન્ને આગેવાનો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.
ટેલિફોનનું રીસીવર સાઈડમાં મુકી ફરજ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી
ગોંડલ સીટી પોલીસ મથકમાં પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા રેશ્માબેન દ્વારા નેતાઓના જલસા બનાવ અંગે મીડિયા દ્વારા પૂછપરછ કરાતા ઉભડો જવાબ આપવામાં આવ્યો હોય છે. ઓનલાઇન માહિતી જોઈ લેજો તેવો જવાબ અપાયો હતો. ટેલિફોનનું રીસીવર સાઈડમાં મુકી ફરજ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી. આ બનાવ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી હતી.