ETV Bharat / state

Rajkot Accident: લૌકિક કાર્યો માટે જઈ રહેલા દંપતીને કાળ ભેટ્યો, માતા-પિતાનું અવસાન થતા પરિવાર માથે આભ તૂટ્યું - couple died in an accident

રાજકોટમાં લૌકિક કાર્યો માટે જઈ રહેલા વૃધ્ધ દંપતીને કાળ ભેટ્યો હતો. કાર સાથે બાકઇનો અકસ્માત સર્જાયો હતો. જેના કારણે બાઇક પર સવાર વૃધ્ધ દંપતીનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. જેતપુર તાલુકા પોલીસમાં મૃતકના પુત્ર મનસુખે પોલીસ ફરીયાદ નોંધાવી છે. એક સાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં દુ:ખનો માહોલ છવાયો છે. સમગ્ર ગામ પણ ગમગીન બની ગયું છે.

લૌકિક કાર્યો માટે જઈ રહેલા દંપતીને કાળ ભેટ્યો

author img

By

Published : Mar 27, 2023, 1:51 PM IST

લૌકિક કાર્યો માટે જઈ રહેલા દંપતીને કાળ ભેટ્યો

રાજકોટ: અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માત રોકવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે પરંતુ આમ છતા મોટા ભાગના હાઇ-વે પર અકસ્માત થવાનું ચાલુ જ છે. ફરી વાર એવો જ એક ઘટના રાજકોટમાં આવેલા જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે બની હતી. એક કારે બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર વૃદ્ધ દંપતી ફંગોળાઇને રોડ પર પટકાયું હતું. અકસ્માતના બનેલ આ બનાવમાં વૃદ્ધ દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટ પુરવઠા વિભાગે આવડા મોટા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

દંપતીનું ઘટનાસ્થળે જ મોત: આ બનાવમાં બાઇક ચાલક કવાભાઈ અને તેમનાં પત્ની સોમીબેન રોડ પર પટકાયાં હતાં. અકસ્માતે બનેલા આ બનાવમાં બન્નેને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં બન્નેના માથામાંથી એટલું લોહી વહી ગયું હતું કે, રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઇ ગયાં હતાં. જો કે આ ઘટનામાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ બનાવમાં અકસ્માત સર્જનાર કાર ચાલક સામે જેતપુર તાલુકા પોલીસમાં મૃતકના પુત્ર મનસુખે પોલીસ ફરીયાદ નોંધાવી છે. એક સાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં દુ:ખનો માહોલ છવાયો છે. સમગ્ર ગામ પણ ગમગીન બની ગયું છે.

આ પણ વાંચો Rajkot Mayor: રાજકોટના નવા ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, મળી આટલી જ મુદત

આગળની કાર્યવાહી: આ ઘટના બાદ ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને 108 ને જાણ કરતાં તુરંત 108 ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત અંગેની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અકસ્માતે મૃત્યુ પામેલ કવાભાઈ વાલાભાઈ સરવૈયા તથા તેમની પત્ની સોમીબેન કવાભાઈ સરવૈયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતે બનેલી આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ જેતપુર તાલુકા પોલીસે સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.