9 વર્ષ પહેલા કોટડાસાંગાણીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં જેઠાલાલ વશરામભાઈ ચાવડાની ફરજમાં હાલ કોટડાસાંગાણીના ઉપસરપંચ અશોકભાઈ ગોરધનભાઈ ઠુંમર, રમણીકભાઈ બાબુભાઈ વઘાસિયા, સંજયભાઈ ભીમજીભાઇ સોરઠીયા, અશોકભાઈ ગાંડુભાઈ સોરઠીયા તેમજ ભરતભાઈ લવજીભાઈ સોજીત્રા સહિતના વ્યક્તિએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઇ ખેડૂતના દાખલા કેમ કાઢી નથી આપતા તેમ કહીને નાયબ મામલતદારને ફડાકો મારીને ફરજમાં રૂકાવટ કરી હતી.
આ અંગે પોલીસમાં ગુન્હો નોંધાયો હતો. આ કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિએ સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાની દલીલો, દસ્તાવેજી પુરાવા, સાહેદોની જુબાનીને ધ્યાને લઇ ઉપરોક્ત શખ્સોને કસૂરવાર ઠેરવી 3 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.