ETV Bharat / state

કોરોના વાઈરસ ઈફેક્ટ: રાજકોટમાં 300 પોલીસ કર્મીઓની આરોગ્ય તપાસ કરાઈ - આરોગ્ય કેમ્પ

કોરોના વાઈરસના ફેલાવાને રોકવા કરાયેલા લોકડાઉન વચ્ચે સતત 24 કલાક કામ કરતા પોલીસ જવાનોના આરોગ્યની કાળજી રાખીને રાજકોટમાં 300 પોલીસ જવાનેની આરોગ્યની તપાસ કરાવામાં આવી હતી. કોરોના કમાન્ડોના આરોગ્ય માટે આ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતા સુખચેનથી રહે તે માટે આથાક પરિશ્રમ કરી રહેલા પોલીસ કર્મીઓનું આરોગ્ય જળવાઈ રહેવું જરૂરી છે.

corona-virus-effect-health-check-up-of-300-police-personnel-in-rajkot
કોરોના વાઈરસ ઈફેક્ટ: રાજકોટમાં 300 પોલીસ કર્મીઓની કરાઈ આરોગ્ય તપાસ
author img

By

Published : Apr 7, 2020, 4:31 PM IST

રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો આતંક જોવા મળી રહ્યો છે. આ વાઈરસને ભારતમા ફેલાતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો ચુસ્તરીતે અમલ કરાવવા માટે પોલીસને 24 કલાક ખડેપગે રહેવું પડે છે. આવી આકરી પરિસ્થિતિમાં પોલીસના જવાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે બુધવારે જિલ્લા પંચાયત ચોક ખાતે એક આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.

corona-virus-effect-health-check-up-of-300-police-personnel-in-rajkot
કોરોના વાઈરસ ઈફેક્ટ: રાજકોટમાં 300 પોલીસ કર્મીઓની કરાઈ આરોગ્ય તપાસ

આ આરોગ્ય કેમ્પમાં રાજકોટ પોલીસના 300થી વધુ કર્મીઓ અને 100 જેટલા હોમગાર્ડ અને TRBના જવાનોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પ ઈન્ડિયન મેડીકલ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. જેમાં નામાંકિત તબીબોએ પોતાની સેવા આપી હતી.

આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા 7 દિવસથી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જ્યારે પોલીસ દ્વારા ચૂસ્તપણે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.