- ગર્ભવતી મહિલાઓને કોરોનાની વેક્સિન આપવાનું શરૂ
- શહેરમાં 30 આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓને કોરોનાની વેક્સિન
- સગર્ભા મહિલાને પ્રતમ વેક્સિન આપી કેન્દ્રમાંથી રવાના કરાશે
રાજકોટ : શહેર અને જિલ્લામાં આજથી ગર્ભવતી મહિલાઓને કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને આજે રાજકોટ શહેરના અલગ-અલગ આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓ કોરોનાની વેક્સિન લેવા માટે આવી હતી. આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓની ગાઇડલાઇન પ્રમાણે હાલ રાજકોટમાં કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં 30 જેટલા આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓને કોરોનાની વેક્સિન લઈ શકશે.
સૌપ્રથમ સગર્ભા મહિલાઓને પહેલી પ્રાયોરિટી અપાશે
વેક્સિન લેવાથી ભવિષ્યમાં તેમને કોરોનાની સામે રક્ષણ મળી શકે છે. કેન્દ્ર પર સગર્ભા મહિલાઓને પહેલી પ્રાયોરિટી રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજથી સગર્ભા મહિલાઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. દરરોજ વેક્સિનેશન કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. એવામાં આજથી સગર્ભા મહિલાઓને વેક્સિન આપવામાં આવી રહી છે. જેને લઇને આ મહિલાઓ જેવી જ કેન્દ્ર પર આવશે ત્યારે સૌપ્રથમ સગર્ભા મહિલાઓને પહેલી પ્રાયોરિટી આપીને તેમને કોરોના વેક્સિન આપવામાં આવશે અને વહેલી તકે તેમને કેન્દ્રમાંથી રવાના કરવામાં આવશે.
આ પણ વાંચો : ઓલપાડમાં કોરોનાની રસી લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
કોરોના વેક્સિન સગર્ભા મહિલાઓને આપવામાં આવી રહી
શહેરના 30 જેટલા આરોગ્ય કેન્દ્રો પર જે પણ સગર્ભા મહિલાઓ વેક્સિન લેવા માટે આવશે તેમને વહેલી તકે વેક્સિન આપવામાં આવશે. તેમને કેન્દ્ર પર રાહ નહિ જોવી પડશે નહિ. ગર્ભમાં ઉછેરતા બાળક અને માતા સુરક્ષિત થશે. ડો. રાઠોડ રાજકોટમાં કોરોના વેક્સિન સગર્ભા મહિલાઓને આપવામાં આવી રહી છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે.
આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરમાં સુરત શહેરે એલર્ટ રહેવાની જરૂર
ગર્ભમાં રહેલા બાળક અને માતા બન્ને સુરક્ષિત થશે
સગર્ભા મહિલાઓને કોરોના વેક્સિન આપવામાં આવશે તો તેના ગર્ભમાં રહેલા બાળક અને માતા બન્ને સુરક્ષિત થઈ જશે. તેમણે કોરોના થવાની સંભાવના ખુબ જ ઓછી થશે. શહેરના 30 જેટલા આરોગ્ય કેન્દ્ર પર હાલ સગર્ભા મહિલાઓને આપવામાં આવી રહી છે. ત્યારે સગર્ભા મહિલાઓનો હાલ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સંપર્ક કરવામાં આવે છે. તેમજ તેમને વેક્સિન લેવા માટે પ્રેરિત કરવામાં આવે છે. જ્યારે હેલ્થ સેક્ટર સાથે જોડાયેલી તેમજ વધુ વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓએ ખાસ કોરોનાની વેક્સિન લેવી જરૂરી છે. જેને લઈને ભવિષ્યમાં તેઓ સુરક્ષિત થઈ શકે છે.