- પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યું જાત નિરીક્ષણ
- પીવાના પાણી અંગે અધિકારીઓને સ્થળ પર જ કર્યા સૂચિ
- અધિકારીઓ, સરપંચો અને વિવિધ આગેવાનો રહ્યાં ઉપસ્થિત
રાજકોટ: રાજ્યના પશુપાલન અને પાણીપુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા દ્વારા જસદણ તાલુકાના ચીતલીયા, નાની લાખાવડ, કોઠી, ખડવાવડી, ગઢીયા(જામ), આધીયા સહિત વિવિધ ગામોની જાત મુલાકાત લીધી હતી. આ તકે તેઓેએ વાવાઝોડા સંદર્ભે થયેલ નુકશાની, કોરોના અંગેના આરોગ્યલક્ષી પશ્નો, રસીકરણ સહિત દરેક ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે પાયાના પ્રશ્નો જેવા કે પીવાના પાણી, આરોગ્ય, કોરોના રસીકરણ, વીજળી વગેરે બાબતોને લઈને વિસ્તૃત ચર્ચા કરી આગામી દિવસોમાં આ પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે એ માટે સંલગ્ન અધિકારીઓને સ્થળ પરથી જ સૂચના આપી હતી.
આ પણ વાંચો : બોટાદમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાની જાહેરસભા યોજાઈ
યુવાનોએ અચૂક મુકાવવી રસી
પ્રધાન બાવળિયાએ કોરોનાને અટકાવવા રસીકરણ એ એક માત્ર અમોઘ શસ્ત્ર હોવાનું અને સરકારી ધોરણો અનુસાર ગામના તમામ લોકો અને ખાસ કરીને યુવાનોએ રસીકરણ અવશ્ય કરાવવું તે બાબતે ભાર મુકતા રાજય સરકાર છેવાડાના ગામોમાં વસતા લોકોની સુખાકારી માટે સતત ચિંતીત હોવાનું જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યુ હતું કે કોરોનાની વિકટ પરીસ્થિતિ હોવા છતાં રાજય સરકાર દ્વારા વિકાસના કામો સતત ચાલુ રાખી દરેક ગામનો પીવાના પાણી, રસ્તા, કેનાલ, વીજળી, ગટર સહિતના તમામ કામોથી સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં કુંવરજી બાવળિયાની સમીક્ષા બેઠકમાં કોંગી ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો