રાજકોટ શહેરમાં આવેલા સ્વામિનારાયણ ચોક નજીક મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી લાયબ્રેરી બનાવવા માટેની બિલ્ડીંગ બનાવી હતી. પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યા વિના જ તેને આવસ યોજનાની ઓફીસમાં ફાળવી દીધી હતી. જેને કારણે સ્થાનિકો પુસ્તકાલયની સુવિધાથી વંચિત રહેતાં હતાં.
આમ, સ્થાનિકોના હિત માટે તૈયાર થયેલી બિલ્ડીંગનો ઉપયોગ પુસ્તકાલય માટે ન થતાં શનિવારના રોજ કોંગ્રેસ આગેવાનો દ્વારા પુસ્તકાલયને લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ સાથે જ કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, "જો મનપા અહીં લાયબ્રેરીની સુવિધા નહિ તેઓ સ્વ ખર્ચે લોકો માટે પુસ્તક સહિતની સામગ્રી ખરીદીને અને લાયબ્રેરી ચાલું રાખશે."