ETV Bharat / state

Baba Bageshwar In Gujarat: દિવ્ય દરબારના વિરોધ બાદ પુરુષોત્તમ પીપરીયા અને બાગેશ્વર ધામ સમિતિ વચ્ચે સમાધાન - બાગેશ્વર ધામ સમિતિ વચ્ચે સમાધાન

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અને પુરુષોત્તમ પીપળીયા વચ્ચે સમાધાન થયું છે. દિવ્ય દરબારની જાહેરાત થતાં આરસીસી બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપરીયાએ પોતાના ફેસબુકમાં ચાર જેટલી પોસ્ટ મૂકી હતી. જેને લઈને તેમને ધમકીઓ પણ મળી હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ કહી હતી.

compromise-between-purushottam-piparia-and-bageshwar-dham-committee-after-opposition-from-divya-darbar

author img

By

Published : May 19, 2023, 12:13 PM IST

પુરુષોત્તમ પીપરીયા અને બાગેશ્વર ધામ સમિતિ વચ્ચે સમાધાન

રાજકોટ: બાગેશ્વર ધામ અને રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયા વચ્ચેનો વિવાદને લઈને સમાધાન થયું છે. પુરુષોત્તમ પીપળીયા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં તાજેતરમાં જ એ.ટી.એસ દ્વારા 200 કરોડનો જે ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તે ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને તે ડ્રગ્સ કોણે મોકલ્યું હતું તેમજ આ ડ્રગ્સના પેડલરો કોણ છે તે તમામ માહિતી આપે તો હું ધીરેન્દ્ર શાસ્ત્રીને રૂ.5 લાખનું ઇનામ આપીશ અને તેમનું મંદિર બનાવીશ અને તેમની જીવનભર પૂજા કરીશ.

બન્ને પક્ષ વચ્ચે રાજકોટમાં યોજાઇ બેઠક: બીજી તરફ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને આ પ્રકારનો પડકાર આપવામાં આવતા પુરુષોત્તમ પીપળીયાને અજાણ્યા ઈસમો દ્વારા ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી. તેમજ તેમના સોશિયલ મીડિયામાં પણ વારંવાર ધમકી ભર્યા મેસેજ આવતા હતા. જેને લઈને આ પ્રશ્નો ખૂબ જ ચર્ચાયો હતો. રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ અને પુરુષોત્તમ પીપળીયા વચ્ચે આજે એક બેઠક યોજાઇ હતી.

'મારે મુખ્ય બે બાબતો જ અગત્યની હતી. જેમાં ખાસ કરીને અંધશ્રદ્ધાનો મુદ્દો હતો અને બીજો સનાતનની બાબત હતી. જ્યારે હું સનાતન ધર્મ પાડું છું અને સનાતન વિચારધારા ધરાવું છું તે બાગેશ્વર ધામ સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.' -પુરુષોત્તમ પીપળીયા, સીઇઓ, કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક

હવે આ મામલે બંને પક્ષો નિવેદન નહિ કરે: પુરુષોત્તમ પીપળીયાએ વધુમાં જણાવ્યું હતું કે મારા અંધશ્રદ્ધાના મુદ્દાને બાગેશ્વર ધામ સરકારના ટ્રસ્ટી મંડળને રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. જ્યારે આ મુદ્દો હાલ સક્રિય વિચારણા હેઠળ છે. ત્યારે અમે બંને પક્ષે વિપરીત નિવેદન ન કરવા અંગેનું હવે નક્કી કર્યું છે. જે બાબતો પૂરતે અમે સમાધાન કરેલું છે. ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે સોશિયલ મીડિયામાં કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપરીયાએ પોસ્ટ કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ ચગ્યો હતો. હવે રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ અને પુરુષોત્તમ પીપળીયા વચ્ચે આ મામલે બેઠકમાં સમાધાન થયું છે.

  1. Baba Bageshwar Dham in Ahmedabad : બાબા બાગેશ્વર ધામના પોસ્ટર લગાવવા માટે 200 જગ્યાની મંજૂરી અપાઇ
  2. Baba Bageshwar In Gujarat: ત્રણ મહાનગરમાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જાણો સંપૂર્ણ આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.