રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં (Rajkot news) આવેલા બાપુનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 62માં એક સફાઈ કર્મચારી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હોવાનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ (Video viral in social media) કરવામાં આવ્યો છે. સફાઈ કામદાર વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનો વિડીયો વાયરલ (Rajkot video viral) થતા જ ફરી એક વખત રાજકોટમાં શિક્ષણ વિભાગ (government school in Rajkot) ફરી એક વખત વિવાદોમાં આવ્યું છે. જ્યારે હજુ સુધી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી પરંતુ રાજકોટના આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો પ્રવાસને લઈને શિક્ષકને વિનવણી કરતો વિદ્યાર્થીનો રમુજ વિડીયો વાયરલ
સફાઈ કામદાર કરાવતો હતો અભ્યાસ સરકારી શાળા નંબર 62માં ભૂરો નામનો સફાઈ કામદાર છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે તેમને આ ભૂરો નામનો વ્યક્તિ અભ્યાસ કરાવી રહ્યો છે. જ્યારે આ શાળામાં શિક્ષકો હાજર નથી જોવા મળી રહ્યા. તેમજ શિક્ષકો શાળાએ આવતા ન હોવાનું પણ વિદ્યાર્થીઓ વાયરલ વીડિયોમાં જણાવી રહ્યા છે. જ્યારે આ પ્રકારનો વિડીયો સામે આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો રશિયાથી ગુજરાત રાતોરાત ગભરાટ ફેલાવનાર ફ્લાઇટ રડાર પર જૂઓ વીડિયો
શિક્ષકો શાળાએ નહીં રાજકોટ મનપા સંચાલિત સરકારી શાળા(Rajkot Municipal Government School) નંબર 62માં શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા આવતા નહીં હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળવા મળી રહ્યું છે. જ્યારે સફાઈ કામદાર દ્વારા જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યું છે. કોઈપણ જાતની લાયકાત વગર આ ભૂરા દ્વારા વિદ્યાર્થીઓને કયા પ્રકારનું શિક્ષણ આપવામા આવતું હશે અને વિદ્યાર્થીઓ પણ આ ભૂરા પાસે શું શીખતા હશે તે તો હવે તપાસનો વિષય છે. પરંતુ રાજકોટમાં આ પ્રકારનો વિડીયો સામે આવ્યા બાદ ફરી એક વખત શિક્ષણ જગતમાં ખડભડાટ મચી જવા પામ્યો છે. જોકે, આ મામલે શિક્ષણ વિભાગના કોઈ અધિકારીએ ખાસ કોઈ પ્રકારની ચોખવટ કરી નથી. આ પ્રકારના વાયરલ વીડિયો જ્યારે પણ સામે આવે છે ત્યારે સરકારી શાળાઓ પર મોટા પ્રશ્નો થાય છે.