રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળના એક કારખામાં નામાંકિત સિમેન્ટ બનાવતી જે.કે. સિમેન્ટના નામ અને કંપનીના લોગોનો ઉપયોગ કરી ડુપ્લીકેટ સિમેન્ટ બનાવવા અંગેની અરજી ગાંધીનગર CIDને મળી હતી. જેને લઈ CIDના અધિકારીઓ દ્વારા શાપર વેરાવળમાં આવેલા સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં ઇન્ડસ્ટ્રીઝમાંથી જે.કે. સિમેન્ટના માર્ક વાળી પ્લાસ્ટિકની થેલીઓમાં સિમેન્ટ બનાવીને ભરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ CIDના અધિકારીઓ દ્વારા સિમેન્ટ સહિત ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા કુલ રૂપિયા 75,00,000નો મુદામાલ કબજે કર્યો હતો. તેમન ઇન્ડસ્ટ્રીઝના ચાર ભાગીદારોમાંથી ઘટના સ્થળેથી ત્રણ આરોપી દિવ્યેશ ઠાકરશી પાનસૂરિયા, વ્રજલાલ વલ્લભ ચીખલીયા અને પરસોત્તમ પોપટ ગોંડલીયાની ધરપકડ કરી ગુનો નોધી તજવીજ હાથ ધરી હતી.