અમદાવાદ : પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે છેલ્લા ઘણા સમયથી રોપ વેનો વિવાદ ચાલી રહ્યો છે. ટેન્ડર પ્રક્રિયા વગર જ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હોવાની ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી થઈ છે. આ પ્રક્રિયા ઉપર રોક લગાવવા માંગ સાથેની અરજીમાં આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા વધુ વિગતો મૂકવામાં આવી હતી.
ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો : ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. રોપ વે બનાવવા સામે અમારો કોઈ જ વિરોધ નથી, પરંતુ કોઈ અનુભવી વ્યક્તિને આ કામ મળે એ બિલકુલ જરૂરી છે. જો કોઈ અનુભવી વ્યક્તિને કામ સોંપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મોરબી જેવી દુર્ઘટના બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ચામુંડા મંદિરમાં ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે રોજની હજારોની સંખ્યામાં લોકો માતાના મંદિરની મુલાકાત લેતા હોય છે આવા વખતમાં જો કોઈ બિન અનુભવી વ્યક્તિ કામ કરશે તો ચોક્કસ અકસ્માત જેવી ઘટના બની શકે છે. આ ટેન્ડરની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવે.
આ પણ વાંચો : National Highway: રાજ્યમાં ગયા વર્ષે 3 હજાર કરોડના હાઈવેના પ્રોજેક્ટ થયા મંજૂર, કેન્દ્રિય પ્રધાને આપી માહિતી
હાઇકોર્ટે સરકારને ટકોર કરી : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, કોઈપણ વ્યક્તિને ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટ કઈ રીતે આપી શકાય શું સરકાર પાસે આનો કોઈ જવાબ છે ખરો. આ સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે અને આ તમામ ઘટનાને હાઇકોર્ટે ગંભીરતાથી લીધી છે. સરકારને આ બાબતે જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટે નિર્દેશ કર્યા છે.
આ પણ વાંચો : Maharashtra News: વિધાનસભામાં અજિત પવારે પૂછ્યું- નાયબ મુખ્યપ્રધાનને પરેશાન કરનાર મહિલા કોણ છે ?
હાઇકોર્ટે ટેન્ડર પ્રક્રિયા પર રોક લગાવી દીધી : અત્રે ઉલ્લેખનીય છે કે, ચોટીલાના ચામુંડા મંદિરે જવા માટે પ્રસ્થાપિત રૂપે રોપ વે માટે વર્ષ 2008થી આ સમગ્ર વિભાગ ચાલી રહ્યો છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ પણ ઉકેલ આવી શક્યો નથી. ગત સુનાવણી સુધીમાં હાઇકોર્ટે ટેન્ડર પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી ત્યારે હવે આવતા સપ્તાહમાં વધુ વિગત તે સુનવણી હાથ ધરાશે ત્યારે કોર્ટ શું નિર્ણય કરે છે તે મહત્વનું બની રહેશે. આ મામલે વધુ સુનાવણી 21 માર્ચે હાથ ધરવામાં આવશે.